ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે Pm મોદીએ સૌરાષ્ટ્રના જામકંડોરણામાં વિરાટ જાહેરસભાને સંબોધી હતી.
દેશને વોકલ ફોર લોકલની અને આત્મનિર્ભર ની દીશા આપનાર દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી એ ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે આજરોજ સૌરાષ્ટ્રના જામકંડોરણામાં વિરાટ જાહેરસભાના સંબોધી.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગુજરાતની જનતા જનાર્દન વતી વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ચાંદીનો રથ ભેટમાં આપી ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ.
આ કાર્યક્રમમાં દેશના પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ મોદી એ સંબોધન કરતા જણાવ્યું કે, આજે છાપમાં વાંચ્યું કે હું પહેલો વડાપ્રઘાન છું કે જે જામકંડોરણા આવ્યો છું. મારે છાશ વારે એવા કામ કરવાના આવે છે જે પહેલી વાર કરવાના હોય, પહેલા કોઇએ કર્યા નથી. આજે દેશના બે મહાન પુરુષોની જંયતી છે અને જેમણે ખાલી દેશની રાજનીતી બદલી એમ નહી દેશની યુવા પેઢીમાં વિશ્વાસનો સંચાર કર્યો એવા જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખ . આ બંને મહાપુરુષોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ બંને મહાપુરુષોના જીવન યુવા પેઢીને ઘણી પ્રેરણા આપે છે.