પાટણ જીલ્લાના રાધનપુર વિધાનસભા ચૂંટણીમાં ટીકીટમાંગ ને લઈ ભાજપ નેતાઓ માં કકળાટ સમીના રણાવાડા સંમેલન મા સ્થાનિક વ્યક્તિ ને જ ભાજપ માંથી ટિકિટ આપવાની કરી માંગ *ભાજપ ના પૂર્વ ધારાસભ્ય નાગરજીઠાકોર અને લવિંગજી ઠાકોરની આગેવાનીમાં શક્તિ પ્રદર્શન યોજાયું* પાટણ જિલ્લાના સમીના રણાવાડા ગામ ખાતે સંમેલન યોજાયું.રાધનપુરવિધાનસભા ચૂંટણીમાં ટીકીટમાંગ ને લઈ ભાજપ નેતાઓ માં કકળાટ જોવા મળ્યો.રાધનપુરમાં ઠાકોર સામે ઠાકોર ભાજપ ના દિગજ્જ નેતાઓ અલ્પેશ ઠાકોરની સામે આવતા મુસીબત વધે તેવા એંધાણ જોવા મળ્યા છે.ભાજપ ના પૂર્વ ધારાસભ્ય નાગરજીઠાકોર અને લવિંગજી ઠાકોરની આગેવાનીમાં શક્તિ પ્રદર્શન યોજાયું જેમાં રાધનપુર વિધાનસભા વિસ્તારના ત્રણ તાલુકા ના અઢારે આલમ ના આગેવાનોનું સંમેલન યોજાયું જેમાં સર્વ જ્ઞાતિ ના લોકો ખુબ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. સમીના રણાવાડા ગામે સંમેલન યોજાયું જેમાં જીતશે સ્થાનિક હારસે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક ના સૂત્ર સાથે સંમેલન મા ટિકિટ મુદ્દે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાધનપુર ભાજપમાં અંદર ખાને બે મોટા ભાગ થી પક્ષમાં નવાજૂની ના એધાણ જોવા મળ્યા છે.સાથે અલ્પેશ ઠાકોરે જે રીતે ફરી રાધનપુર માંથી પરણવાની વાત કરતા અલ્પેશ ઠાકોર સામે રોશ જોવા મળ્યો છે.નાગરજી ઠાકોરે જણાવ્યું કે અલ્પેશ ઠાકોરે પરણવાનું નિવેદન આપ્યું તેનો જવાબ વિસ્તારને આપવો પડશે તેવું જણાવ્યું હતું