આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને લઈને પોસ્ટર વૉર જોવા મળી રહ્યું છે. અગાઉ હિન્દુ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ સાથેના પોસ્ટરો મેટ્રોની પિલરો પર જોવા મળ્યા હતા.
એક બાજુ સરકારી પ્રોપર્ટી પર આ પ્રકારે પોસ્ટર લગાવી શકાતા નથી. મેટ્રો પીલર પર આ પ્રકારે પોસ્ટર લગાવી અમદાવાદની શોભાને બટટો લગાવવામાં આવ્યો છે. કેજરીવાલ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.
મનિષ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિના નામથી આ પ્રકારે પોસ્ટરો જોવા મળી રહ્યા છે. કેજરીવાલની વિરુદ્ધમાં પોસ્ટર અભિયાન છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યું છે. મળતી વિગતો અનુસાર મનિષ બ્રહ્મભટ્ટ અગાઉ આપ પાર્ટીમાં હતા અને કોઈક કારણોસર તેમને આપ પાર્ટી છોડી દીધી હતી તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે ત્યારે આ પ્રકારે પોસ્ટરો કેજરીવાલની વિરુદ્ધમાં જોવા મળી રહ્યા છે.
પોસ્ટરમાં જોવા મળ્યું છે કે, હિંમત નથી જવાબ આપો, કેજરીવાલ આઝાદ ભારતના સૌથી મોટા વિશ્વાસઘાતી નેતા છે. અમદાવાદની અલગ અલગ વિસ્તારની દિવાલો પર આ પ્રકારે પોસ્ટર જોવા મળી રહ્યા છે. કારગિલ પેટ્રોલ પંપ પાસે પણ આ પ્રકારે પોસ્ટર જોવા મળ્યા છે.