તાલાલા થી ઘુંસિયા ગીર માર્ગનું ભૂમિપૂજન બાદ શરૂ થયેલ કામગીરી ઠપ્પ થતાં પ્રજા પરેશાન સાસણ, સોમનાથ,દીવ આવતા જતા પ્રવાસીની સુખાકારી માટેની કામગીરી તુરંત શરૂ કરો
તાલાલા ગીર થી સોમનાથ જતા ૨૫ કિ.મી માર્ગ ૯.૭૫ મીટર પહોળો પેવરથી પાકો બનાવવામાં આવશે,આ પૈકી તાલાલા શહેરમાંથી પસાર થતો તાલાલા થી ઘુસિયા ગીર ગામ સુધીનો પાંચ કિ.મી માર્ગ દશ મીટર પહોળો બનાવવા સરકારે રૂ.ત્રણ કરોડની વધારે ગ્રાન્ટની ફાળવણી કર્યા બાદ આ માર્ગનું ધાર્મિક મંત્રોચ્ચાર વિધિ સાથે ભૂમિપૂજન કરી કામગીરી નો શુભારંભ થયો હતો,પ્રજા માટે અતિ ઉપયોગી કામગીરીને ગ્રહણ લાગી ગયું હોય તેમ ભુમીપુજન બાદ કામગીરી બંધ થઈ જતા પ્રજા તથા પ્રવાસીઓની પરેશાની યથાવત રહી છે.તાલાલા વિસ્તાર તથા સાસણગીર,સોમનાથ અને દીવ આવતા જતા પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ આ માર્ગ ઉપર ચોમાસામાં ભારે વરસાદ પડતા વારંવાર પરિવહન સેવા ખોરવાઈ જતી હોય તે ધ્યાને લઈ સરકારે જે જગ્યાએ ચોમાસાનું પાણી ભરાય છે તે અંદાજે બે હજાર મીટર માર્ગ પાકો સિમેન્ટ થી બનાવી લોકોની સમસ્યાનો કાયમી સુખરૂપ નિવારણ લાવવા રૂ.ત્રણ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવતા સૌ આનંદવિભોર થઈ ગયા હતા, પરંતુ ભૂમિ લાગી જતા પ્રજા તથા પ્રવાસીઓ નિરાશ થઈ ગયા હોય,બાંધકામ વિભાગના ઉચ્ચ સત્તાવાળાઓ માર્ગની નવીનીકરણની કામગીરી તુરંત શરૂ કરાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.