હાર્દિક માટે નતાશાની ખાસ ઈચ્છા
હાર્દિક પંડ્યા 11 ઓક્ટોબરે તેનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે ઈન્સ્ટાગ્રામ પર એક શાનદાર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં નતાશાએ પ્રસિદ્ધ ગીત કેસરિયા પર હાર્દિક સાથે વિતાવેલી પળોની ક્લિપ્સ ઉમેરીને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નતાશા હાર્દિકનો પૂલસાઇડ રોમાંસ અને તેના પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકની મજાની પળોનો સમાવેશ થાય છે.
હાર્દિકના પરિવારની ક્ષણો
હાર્દિકના પરિવાર સાથે વિતાવેલી સુંદર પળોનો આ વીડિયો શેર કરતા નતાશાએ કેપ્શનમાં લખ્યું – ‘બર્થડેની ઘણી શુભેચ્છાઓ મારા સોલમેટ, અમને તમારા પર ગર્વ છે, હંમેશા મારા સિતારા ચમકતા રહો, હું હંમેશા તમારી સાથે છું. અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.” નતાશાની આ પોસ્ટ પર હાર્દિકની પ્રતિક્રિયા પણ આવી છે. હાર્દિકે લખ્યું- ‘લવ યુ બેબી’. નતાશાની આ પોસ્ટ પર હાર્દિક પંડ્યાની ભાભી પંખુરી શર્મા પંડ્યાએ પણ હાર્ટ ઈમોટિકન્સ મોકલ્યા છે. શેર કરેલા વિડિયોમાં હાર્દિક તેના પુત્ર સાથે પૂલ, પ્લે ગ્રાઉન્ડ અને ઘરે મસ્તી કરતો જોઈ શકાય છે. આ સિવાય નતાશાએ આ વીડિયોમાં હાર્દિક સાથે કેક કાપતી તસવીર પણ એડ કરી છે.
હાર્દિક ટી20 મેચ માટે ઓસ્ટ્રેલિયામાં છે
જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા ટી20 મેચ માટે ઓસ્ટ્રેલિયામાં છે. હાર્દિકને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવ સાથે પણ સરખાવવામાં આવે છે. હાર્દિકનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ સુરતના ગુજરાજમાં થયો હતો.