જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગુણ સુધારવાનું કૌભાંડ બાબતે તપાસ કમિટી દ્વારા છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલી રહી છે કોંગ્રેસના આક્ષેપ મુજબ તપાસ સમિતિના અહેવાલ વગર વીસીએ કોમ્પ્યુટર પર કામ કરતા કર્મચારીઓને છુટા કરી દીધા છે જે કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે તે કર્મચારીઓના તપાસ કમિટીએ નિવેદનો લીધા કે કેમ તે પણ જાહેર કરવું જોઈએ નાના કર્મચારીઓને ખોટું કામ કરાવવા યુનિવર્સિટીના કયા કયા મોટા માથા સંકળાયેલા છે તે જાણવા વીસીએ શું કાર્યવાહી કરી તે પણ જાહેર કરવું જોઈએ કેટલી પરીક્ષાઓમાં ગુણ સુધારણા કૌભાંડ થયું છે તેની શું તપાસ થઈ તે તમામ વિગતો યુનિવર્સિટીના સત્તાધીશો છુપાવી રહ્યા છે ખુદ વિશે જ પ્રોફેસર તરીકે નિયુક્ત થયા છે તેમની નિયુક્તિ યુજીસી અને રાજ્ય સરકારના કાયદા પ્રમાણે છે કે નહીં તેની પણ તપાસ માટે તપાસ સમિતિ નિમવાને બદલે નાના કર્મચારીઓને હેરાન કરવાના ભાગરૂપે તપાસ સમિતિ બનાવીને મોટા માથાઓને છોડી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વીસી પોતે યુ જી સી પ્રમાણે કુલપતિ પદે રહેવા લાયક ધરાવતા નથી નીતિમત્તાની શરૂઆત કોઈપણ શૈક્ષણિક સંસ્થાના ટોચ પર બેઠેલા વ્યક્તિથી થતી હોય જ્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ટોચ પર બેઠેલા વ્યક્તિ નીતિમત્તા ખોઈને બેઠા હોય તો યુનિવર્સિટી નું શું થાય તે નક્કી કરવું અઘરું હોવાનો આક્ષેપ કરાયો છે આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુણ સુધારણા ના કોમ્ભાંડ નો રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી વીસીને દૂર કરી રાજ્ય સરકારે સરકારી કોલેજના આચાર્ય અને જવાબદારી સોંપવી જોઈએ અને આ સમગ્ર કુંભારમાં સિન્ડિકેટ સભ્યો ડીનની સંડોવણી છે કે કેમ તે પણ તપાસ કરવી જોઈએ આ બાબતે રાજ્યપાલે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિદત બારોટ એ માંગ કરી છે