ઉનાના કંસારીમાં ૩ વર્ષના 3 બાળક પર દિપડાનો હૂમલો
રાડારાડી ગોકીરો મચતા દિપડો નાશી છુટયો બાળકનો જીવ બચી ગયો
તાલુકાના વિસ્તાર આવે છે જેને કારણે અવારનવાર પાણી આવી જતા હોય છે ત્યારે કોઈને કોઈ રીતે પણ અહીં શિકાર શોધમાં આવી જતા હોય ત્યારે આજે
ઉના તાલુકાના કંસારી ગામે વાડી વિસ્તારમાં ૩ વર્ષના બાળક હેત મોહિતભાઈ ચાચક ઉપર હિંસક દીપડા એ શિકાર ની શોધમાં હોય હુમલો કરેલ હતો જેની જાણ થતાં રાડા રાડી મચી જતા દીપડો નાશી છૂટચો હતો અને પરિવારે તાત્કાલિક ઉના ના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે લાવેલ છે ડો.મિશ્રા એ તાત્કાલિક સારવાર આપેલ હતી.સમયસર સારવાર અપાતા બાળકનો જીવ બચી ગયેલ છે અને વધુ સારવાર હાલ ચાલુ છે.ઉના તાલુકામાં હિંસક દીપડા ની સંખ્યા અતિશય વધવા પામી હોય વારંવાર ગ્રામીણ રહેણાંક વિસ્તાર અને ઉના શહેરની વિવિધ સોસાયટી માં પણ દેખા દેવાનું ચાલુ કર્યું હોય તંત્ર અને વન વિભાગ તાત્કાલિક કોઈ પગલાં ભરી આ હિંસક દીપડાઓ ને દૂર કોઈ બીજા રાજ્ય કે ગીચ જંગલમાં સ્થળાંતર કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.