રશિયાએ માર્ક ઝકરબર્ગની કંપની મેટા વિરૂદ્ધ અભૂતપૂર્વ પગલા ઉઠાવીને તેને આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી છે. મેટા એ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની છે. આ વર્ષના માર્ચના અંતમાં રશિયાએ ઉગ્રવાદી ગતિવિધિઓ કરવા બદલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો. અધિકારીઓએ યુક્રેનમાં રશિયાના સૈન્ય ઓપરેશન દરમિયાન મેટા પર રૂસોફોબિયાનો આરોપ મૂક્યો હતો. રશિયાએ યુક્રેનના પાવર સ્ટેશનો પર નવા હુમલા શરૂ કર્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ક્રિમિયન પુલ ઉડાવી દીધા બાદ રશિયાએ યુક્રેન પર દેશવ્યાપી બોમ્બમારો શરૂ કર્યો છે.
રશિયાએ પણ માર્ક ઝકરબર્ગ પર પ્રતિબંધો લગાવ્યા હતા
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ પછી રશિયા પર પ્રતિબંધો લાદવા લાગ્યા. અમેરિકાએ રશિયા પર વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે. તેના જવાબમાં મે મહિનામાં રશિયાએ પણ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સહિત અનેક અગ્રણી વ્યક્તિઓને રશિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં માર્ક ઝકરબર્ગનું નામ પણ હતું.
યુક્રેન સાથેના યુદ્ધ પછી, રશિયા ફેસબુક પર લોકોની આકરી પ્રતિક્રિયા માટે સોશિયલ મીડિયા કંપનીને દોષી ઠેરવી રહ્યું છે. તેણે પોતાના દેશમાં ફેસબુક પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. હવે તેણે પોતાની પેરન્ટ કંપની મેટાને આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનની યાદીમાં મૂકીને બધાને ચોંકાવી દીધા છે.