23.9 C
Kadi
Tuesday, March 28, 2023

ઝઘડીયા ના રાજપારડી નજીક સરકારી એસ.ટી બસ ને અકસ્માત નડ્યો


ઝગડીયા તાલુકાના રાજપારડી નજીક એસ ટી બસને અકસ્માત નડ્યો-સદભાગ્યે જાનહાની નહિ થતાં મુસાફરોએ રાહત અનુભવી

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક કેવડિયાથી નવસારી તરફ જતી એસટી બસને અકસ્માત નડતા બસમાં બેઠેલા મુસફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે સદભાગ્યે કોઇ જાનહાની નહી થતાં તંત્રએ રાહત અનુભવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ માર્ગ પરથી પસાર થતી એક ટ્રકના ચાલકે અચાનક ટર્ન લેતા બસ ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને બસને ટક્કરથી બચાવવા કોશિશ કરી હતી. આને લઇને બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી.જે બાદ મુસાફરો ના જીવ તાળવે ચોટયા હતા,

આ ઘટના રાજપારડી નજીક ખડોલી પાસે બની હતી. બસ અને ટ્રક વચ્ચેના આ અકસ્માતમાં મુસાફરોને નાનીમોટી ઇજાઓ થઇ હોવાનુ જાણવા મળ્યુ હતું. તો બીજી તરફ અકસ્માત સર્જાતા બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતું બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરતા પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!