ડીસા હાઇવે ઉપરથી લાકડાના ભૂશાની આડમાં સંતાડી લઈ જવાતો દારૂ ભરેલું પિકઅપ ડાલા ઝડપાયું દક્ષિણ પોલીસે એક શખ્સને ઝડપી પાડી નવ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાર્યો.
ડીસાના ડી વાય એસ પી ડો કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પીઆઇ એસ એ ગોહિલ પોતાની ટીમના કુંદનબા મિલનદાસ કેવળભાઇ ઇશ્વરભાઇ દિનેશકુમાર પ્રહલાદસિહ સાથે મંગળવારે પેટ્રોલિંગમાં ભોપાનગર રોડ ઉપર હતા તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે એક પીકઅપ જીપ ડાલા માં દારૂનો જથ્થો ભરી આંખોલ ચાર રસ્તા થી પાલનપુર તરફ જઈ રહ્યું છે જેથી તાત્કાલિક દક્ષિણ પીઆઇએ પોતાની ટીમ સાથે હાઇવે ઉપર બ્રિજ ઉતરતાના છેડા ઉપર વાહનો આડા કરી નાકાબંધી કરી હતી તે દરમિયાન આવી રહેલ જીપ ડાલુ જી જે 0 8 Aw 0229 ને રોકાવતા ડાલામાં લાકડાના ભુસાની બોરીઓ ભરેલી હતી જો કે પોલીસે આ બોરીઓ ઉતારી ચેક કરતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 1.89120 નો દારૂ પીકઅપ ડાલુ રોકડ રકમ મોબાઈલ ફોન સહિત કુલ 9.04.120 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ગણપતરામ ગોમારામ જાટ રહે દીપલા રાજસ્થાન વાળાની અટકાયત
કરી તેની સામે પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ