30.9 C
Kadi
Sunday, March 26, 2023

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી સુરત ના યુવકે મોત ની છલાંગ લગાવી,સ્થાનિકોએ યુવક ને રેસ્ક્યુ કરી બચાવ્યો


ભરૂચ-નર્મદા મૈયા બ્રિજ પરથી સુરત ના યુવકે મોત ની છલાંગ લગાવી,અંતે બુલેટ ટ્રેન પ્રોજેકટ ના પીલ્લર પર કામ કરતા કર્મીઓએ જીવ બચાવ્યો

ભરૂચ ખાતે નર્મદા નદી પર આવેલ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેમ એક બાદ એક અનેક ઘટનાઓ બ્રિજ પર બની રહી છે,જ્યાં જીવન થી કંટાળી લોકો મોત ની છલાંગ લગાવતા હોવાના કિસ્સાઓમાં વધારો થયો છે,આજ પ્રકારની એક ઘટના ગત રાત્રીના સમયે સામે આવી હતી,જ્યાં એક સુરત ના યુવકે બ્રિજ પરથી મોત ની છલાંગ લગાવી હતી,

સુરત ના વેલન્ઝા ગામ ખાતે ના શિવ બંગલો વિસ્તારમાં રહેતા અલ્પેશ ગાંડા ભાઈ કથરોટિયા ઉ.વ ૪૦ નાઓ પાનનો ગલ્લો ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવે છે,પરન્તુ તેઓને માથે દેવું વધી જતાં તેઓએ કંટાળી જઈ ભરૂચ ખાતે આવી પહોંચી નર્મદા મૈયા બ્રિજ ઉપર થી મોત ની છલાંગ લગાવી હતી,જોકે નર્મદા મૈયા બ્રિજ થી ૧ કિલોમીટર સુધી પાણી માં તેઓ તણાયા હતા અને અંકલેશ્વર ના ખાલપીયા નજીક બુલેટ ટ્રેન પ્રોજેકટ ની ચાલતી કામગીરી ના પીલ્લરો પકડી લીધા બાદ બચાવ બચાવ ની બૂમરાણ કરી હતી,

અલ્પેશ ભાઈ ને ડૂબતા જોઈ ત્યાં ઉપસ્થિત કામદારો એ તાત્કાલિક તેઓને પાણી માંથી સહી સલામત રીતે બાહર કાઢ્યા હતા અને તેઓનો જીવ બચાવ્યો હતો સાથે જ ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ અને સામાજીક કાર્યકર્તા ધર્મશ સોલંકી ને કરતા તેઓએ યુવક પાસે જઇ સમજાવી તેઓને સલામત રીતે પોતાના ઘરે મોકલ્યા હતા,


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!