બેટ દ્વારકાના મેગા ડિમોલેશનની કામગિરી તંત્ર દ્વારા કરાયા બાદ અબડાસાના મોહાડી દરીયા કાંઠેથી આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દરીયાઈ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે તેમાં પણ બેટ દ્વારકામાં મેગો ડિમોલેશન કરાયા બાદ કચ્છમાં પણ આ પ્રકારે ડીમોલેશનની કામગિરી કરવામાં આવી રહી છે. મળતી વિગતો અનુસાર અગાઉ નોટીસ આપવામાં આવી હતી અને તેનું પાલન ના થતા કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું છે.
કચ્છમાં અબડાસા પાસે આ કામગિરી કરાઈ રહી છે. અત્યારે 5 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. જખૌમાં જેટી નજીકના દબાણો દૂર કરવામાં આવશે. વહેલી સવારથી જ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારે જખૌ બંદર પર ગુજરાતભરમાંથી બોટો આવતી હોય છે. જેથી દબાણો અલગ અલગ સ્થળો પર હટાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 1 ઓક્ટોબરના રોજ બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. ગેર કાયદેસર દબાણ હટાવવાની કામગીરી પોલીસને સાથે રાખીને ત્યાં હાથ ધરાઈ હતી. પ્રાંત અધિકારી એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આજે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. ગેર કાયદેસર દબાણ જ્યાં થયેલ છે તેવા કોમર્શિયલ વિસ્તારમાં તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાયું હતું. ત્યારે આ સિલસિલો કચ્છ સુધી પહોંચ્યો છે.
મળતી વિગતો અનુસાર ગેરકાયદેસર બાંધકામ ઉભું કરાયું છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર વિસ્તારમાં રહેતા આશ્રય અમુક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને આપી શકાય છે. ત્યારે બની શકે છે કે,આ હેતુથી પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેમણે પણ આ ડીમોલેશનની કામગિરીના વખાણ કર્યા હતા અને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓને ડામવાને લઈને સંકેત આપ્યો હતો.