બેંકો બોન્ડ દ્વારા પણ નાણાં એકત્રિત કરે છે. ખાનગી કંપનીઓ પણ આવી જ પદ્ધતિ અપનાવે છે. ઉદાહરણ તરીકે ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. હવે આ કંપનીને 1 લાખ રૂપિયાની જરૂર છે. કંપનીએ એક-એક હજાર રૂપિયાના 100 બોન્ડ જારી કર્યા છે. ધારો કે અભિષેક નામની વ્યક્તિએ 3% વ્યાજે 5 વર્ષ માટે કંપનીનો બોન્ડ ખરીદ્યો. પરંતુ બે વર્ષ પછી, રોકાણકાર અભિષેકને લાગે છે કે કંપની પૈસા પરત કરી શકશે નહીં. આ કિસ્સામાં, અભિષેક થર્ડ પાર્ટી વીમા કંપનીમાં જાય છે (તે બેંક પણ હોઈ શકે છે) અને ત્યાં બોન્ડના 1 ટકા ચૂકવીને, તે તેની $100 ની રકમ સુરક્ષિત કરે છે. અભિષેક જેવા હજારો રોકાણકારો આ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કે કંપની સાથે બોન્ડ વીમો મેળવે છે. પરંતુ મંદી કે પ્રતિકૂળ સંજોગોમાં આ વીમા કંપની પણ લોકોના પૈસા ચૂકવી શકી ન હતી અને નાદાર થઈ ગઈ હતી. આ સ્થિતિને ‘ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ’ કહેવામાં આવે છે. હવે તમે વિચારતા જ હશો કે 2008ની મંદી સાથે તેનો શું સંબંધ છે અને ક્રેડિટ સુઈસ તેને આજના યુગમાં કેવી રીતે જોડે છે?
2008માં મંદીનું મુખ્ય કારણ લેહમેન બ્રધર્સ કંપની હતી. આ કંપની લોકોના પૈસાની સુરક્ષા કરતી હતી. જેવી રીતે વીમા કંપની અભિષેકના પૈસાને પ્રોટેક્શન આપી રહી હતી. 2008ના શરૂઆતના કેટલાક વર્ષોમાં અમેરિકન બેંકો લોકોને લોન આપી રહી હતી. પછી તેની રકમ સિક્યોર કરવા માટે લેહમેન બ્રધર્સ જેવી કંપનીઓ મામૂલી વ્યાજ આપીને સિક્યોરિટી લેતી હતી. બેંક ઈન્સ્યોરન્સ જેવી કંપનીઓના ભરોસે લોકોને આડેધડ લોન પર લોન આપવામાં આવી રહી હતી. 2008ના સમયે એવું જોવા મળ્યું હતું કે લોકો પર લોન એટલી વધી ગઈ હતી કે તેઓ તેને ચૂકવવામાં અસમર્થ હતા. જે બાદ બેંકે લેહમેન બ્રધર્સ જેવી કંપનીઓને પૈસા પરત કરવા કહ્યું, પરંતુ લેહમેન બ્રધર્સ પર બેંકોની ક્રેડિટ એટલી વધી ગઈ હતી કે તેમની તમામ સંપત્તિઓ વેચ્યા પછી પણ બેંકોના પૈસા મળી રહ્યા ન હતા. જે બાદ લેહમેન બ્રધર્સને નાદારી જાહેર કરવી પડી હતી. આ ઘટનાએ અમેરિકાની માર્કેટ, બેંકિંગ સિસ્ટમને હચમચાવી નાખી. જે બાદ વિશ્વભરના બજારો તૂટ્યા હતા. ક્રેડિટ સુઈસની સામે પણ લેહમેન બ્રધર્સ જેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. 2008 માં, ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ સ્પ્રેડ 2.5 ટકા હતો. સાદા શબ્દોમાં કહીએ તો, કંપની દ્વારા અભિષેકને જે ટકાવારી પર વીમો આપવામાં આવ્યો હતો. તેને ક્રેડિટ સ્વેપ સ્પ્રેડ કહેવામાં આવે છે. તે જેટલું ઊંચું છે, જોખમ વધારે છે.