23.9 C
Kadi
Tuesday, March 28, 2023

ગુજરાત STએ દિવાળીના તહેવારને લઈને મુસાફરો માટે લીધો મહત્વનો નિર્ણય


ગુજરાતમાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે વતનમાં જવા માટે મુસાફરોને હાલાંકી ન ભોગવવી પડે તે માટે ST વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી તહેવારના દિવસોને ધ્યાનમાં રાખીને ST વિભાગ દ્વારા આવતી 19થી 24 ઓક્ટોબર દરમિયાન જુદા જુદા રૂટની વધારાની 2300 જેટલી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે અને મુસાફરોને હાલાંકીનો સામનો કરવો પડે છે ત્યારે હવે ઘસારાને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં દિવાળીની રાજાઓ દરમિયાન મુસાફરો પોતાના વતનમાં જવા માટે STનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તહેવારને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા મસાફરો માટે ખાસ સુવિધા મળી રહે તે માટે વધુ બસો દોડાવવામાં આવશે. રાજ્ય માર્ગ પરિવહન વિબાગ દ્વારા વધારાની બસો દોડવાની જાહેરાત કરવામાં આવતા આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને કોઈપણ જાતની તકલીફ ન રહે તે માટે મુસાફરો માટે આ નિર્ણય ખુબ જ સારો છે.

એસટીની સૌરાષ્ટ્ર તરફ જતી બસો વધુ દોડાવવામાં આવશે

નોંધનીય છે કે અમદાવાદ, સુરત, વડોદરાથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોની સંખ્યા ખુબ જ વધુ હોય છે ત્યારે દિવાળીના વેકેશનમાં વતનમાં જવા માટે ખુબ જ ઘસારો જોવા મળે છે. આ માટે એસટી નિગમ દ્વારા તારીખ 19 થી 24 દરમિયાન વધારાની 2300 બસો દોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ એસટી વિભાગ દોડાવશે 700 બસો 

એસટી દ્વારા 2300 બસો દોડાવવાનો નિર્ણય કર્યો હોય જેમાંથી એકલા અમદાવાદ વિભાગમાંથી 700 જેટલી બસો દોડાવવામાં આવશે જયારે સુરત ડિવિઝનમાંથી 1550 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફથી દોડતી બસોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત વડોદરા તેમજ અન્ય ડિવિઝનમાંથી પણ વધુ બસો દોડાવવામાં આવશે. રાજકોટમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે બધું બસો દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવારને લઈને ખુબ જ વધુ મહત્વ હોય જે માટે અમદાવાદ, સુરત, વડોદરા તરફથી રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર તરફ જવા માટે ખુબ જ ભીડ રહેતી હોય છે ત્યારે આ નિર્ણયને કારણે મુસાફરોને આશિંક રાહત મળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!