ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી મેચ જીતી હતી અને વનડે શ્રેણી 2-1થી જીતી હતી. સિરીઝમાં મહેમાનોને હરાવ્યા બાદ શિખર ધવન એન્ડ કંપનીએ જોરદાર ડાન્સ કર્યો હતો. ટીમના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા (India vs South Africa) સામેની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. શિખર ધવન (Shikhar Dhawan) એન્ડ કંપનીએ જીત બાદ જોરદાર ઉજવણી કરી હતી. ધવને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કેપ્ટન સહિત અન્ય ખેલાડીઓ ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં પણ તેણે જીતની ખુશી વ્યક્ત કરી છે.
શ્રેણીની છેલ્લી મેચમાં ટીમની આક્રમક બોલિંગ સામે મુલાકાતી ટીમના બેટ્સમેનો ઘૂંટણિયે પડ્યા હતા. પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 99 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી છે. આ સિવાય વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને શાહબાઝ અહેમદે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે બેટિંગની વાત આવે છે, તો શુભમન ગિલે 49 રનની ઇનિંગને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા શાનદાર રીતે ફરી આવ્યુ
ટીમ ઈન્ડિયાને મુલાકાતી ટીમ સામે શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી મેચમાં ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની ઇનિંગની મદદથી ભારતે 7 વિકેટે જીત મેળવી હતી. બીજી મેચમાં ઇશાન કિશને 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 93 રન બનાવ્યા હતા જ્યારે શ્રેયસ અય્યરે 111 બોલમાં 113 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જે બાદ ભારતીય ટીમે છેલ્લી મેચ 7 વિકેટે જીતીને શ્રેણી જીતી લીધી હતી.
ભારતીય ટીમે આ જીત સાથે ઈતિહાસ રચ્યો
ભારતે આ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો છે. મહેમાન ટીમનેને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ એક કેલેન્ડર વર્ષમાં 38 મેચ જીતી છે. એક વર્ષમાં આટલી બધી મેચ જીત્યા બાદ બ્લુ આર્મીએ ઓસ્ટ્રેલિયાના 19 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.