કેટની બાઇબલ ગણાતી મેગેઝીન વિઝડને ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતની ઓલ ટાઇમ ટી-20 ઇલેવન પસંદ કરી છે. ચોકાવનારી વાત આ છે કે આ ટીમમાં દેશને એકમાત્ર ટી-20 વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સામેલ કરવામાં આવ્યા નથી.
વિઝડને પોતાની ટીમની જાહેરાત કરતા લખ્યુ- કોઇ પણ સ્ટેન્ડર્ડના હિસાબથી ટીમ પસંદ કરવી આસાન નથી. દરેક જગ્યા માટે કૉમ્પિટિશન છે અને આ ફોર્મેટની શરૂઆત વર્ષોના સ્ટારની તુલના અત્યારના ખેલાડીઓ સાથે કરવી આસાન નથી. જે દર વર્ષે 2 મહિના આઇપીએલ રમતા વિતાવે છે. અહી સૌથી મોટી એપ્સેસ એમએસ ધોનીની છે, જેમણે ભારત એકમાત્ર ટી-20 વર્લ્ડકપ જીતાડ્યો છે.
વિઝડનની ભારતની ઓલ ટાઇમ ટી-20 ઇલેવન
રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, સુરેશ રૈના, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), આર.અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, આશીષ નેહરા, વિરેન્દ્ર સહેવાગ
7 ખેલાડી આ વર્લ્ડકપ ટીમનો ભાગ છે
વિઝડનની ઓલ ટાઇમ ટી-20 ઇલેવનમાં સામેલ 12 ખેલાડીમાંથી 7 ખેલાડી એવા છે જે 4 દિવસ પછી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનાર ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાનો ભાગ છે. જ્યારે 4 ખેલાડી 2007ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ સાથે પસંદ થયા છે. વર્તમાન વર્લ્ડકપ ટીમની વાત કરીએ તો તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), આર.અશ્વિન, ભૂવનેશ્વર કુમારનું નામ છે. જ્યારે 2007ના વર્લ્ડ ચેમ્પિયન યુવરાજ સિંહ, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા અને દિનેશ કાર્તિકને પસંદ કરવામાં આવ્યા છે.
જાડેજા-ધોનીને પસંદ કરવા જોઇતા હતા
ઓલ ટાઇમ ટી-20માં સૂર્યકુમારની પસંદગી લોકોને પસંદ આવી નથી. ધોની અને જાડેજાને આ ટીમમાં સામેલ કરવા જોઇતા હતા. ધોનીએ ભારતને ટી-20માં કેટલીક મેચ જીતાડી છે અને તેની પસંદગી ના કરવી સમજની બહાર છે. બીજી તરફ સૂર્યકુમાર યાદવનો ઓલ ટાઇમ ટી-20 ઇલેવનમાં સામેલ કરવો ચોકાવનારી વાત છે. કારણ કે સૂર્યકુમાર નવો ખેલાડી છે.