ગુજરાતમાં એક પછી એક પેપપ ફૂટવાની ઘટનાએ આ વખતે રાજકીય મુદ્દો બની ગઈ છે. પેપરો એક પછી એક ફૂટતા વિપક્ષને પણ મોટો મુદ્દો મળી ગયો છે. ત્યારે ફરી એકવાર ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક કાંડ સામે આવ્યો છે. પરીક્ષાનું પેપર ફૂટતા આજની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ત્યારે આપ નેતા ઈસુદાન ગઢવીએ પણ આકરા પ્રહારો પેપર લીક કાંડ બાદ કર્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, આ પેપર નહીં ગુજરાતના યુવાનોનું ભાગ્ય ફૂટ્યું છે. ભાજપને મત આપના અપાવનાર પાપના ભાગીદાર બને છે. સૌરાષ્ટ્ર યુનીમાં પેપર લીક કાંડને લઈને આપના નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી વિવાદોનું ઘર બની છે ત્યારે આ વખતે પેપર ફૂટવાની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યનિવર્સિટીમાં બીબીએ અને બીકોમની પરીક્ષાનું પેપર લીક થતા બીબીએનું પેપર નવું તૈયાર કરાવવામાં આવ્યું હતું જ્યારે બીકોમની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થયા છે. જેથી આ મામલે આપ પણ મોકાનો ફયદો ઉઠાવી સરકાર પર પ્રહારો કરી રહી છે.
જો કે, આમ આદમી પાર્ટીએ પહેલાથી જ પેપર લીક કાંડના મુદ્દાનો વિરોધ કરી રહ્યું છે. જે સરકાર માટે એક આ વખતે ચેલેન્જ પણ સાબિત થઈ છે. કેમ કે યુવાનો સરકારથી ઘણા બેરોજગારી અને પેપરકાંડને લઈને ઘણા નારાજ જોવા મળી રહ્યા છે.