અમદાવાદ જીલ્લાથી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
જે નિમિતે અમિતભાઇ શાહએ જણાવ્યું કે, કોંગ્રેસ વાળા પહેલા હમેંશા ટોણાં મારતા હતા કે રામ મંદિર વહી બનાયેગે… તીથી નહી બતાયેગે.. કોંગ્રેસ વાળાને કહેજો કે તીથી આવી ગઇ,ભૂમિ પૂજન થઇ ગયુ અને નરેન્દ્રભાઇના નેતૃત્વમાં એ જ જગ્યાએ ગગન ચૂંબી રામમંદિરના નિર્માણની શરૂઆથ થઇ ગઇ છે.
કાશીવિશ્વનાથ,કેદારનાથ,બદ્રીઘામ,ઉજૈન,પાવાગઢ,સોમનાથના યાત્રાઘામ સામે કોંગ્રેસે ક્યારેય જોયુ નોહતું પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ યાત્રાઘામનો ઉદ્ધાર કરવાનું કામ કર્યુ છે. વર્ષોથી જવાહરલાલ નહેરૂની ભૂલના કારણે કાશ્મીર 370ની કલમના કારણે કાશ્મીર ભારત સાથે જોડાતુ નહતું. દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી 5 ઓગષ્ટ 2019ના રોજ કાશ્મીરમાંથી એક ઝટકે કલમ 370 ને દુર કરી નાખી અને કાશ્મીરને ભારત સાથે જોડી દીધુ.
દેશનો ચૌમુખી વિકાસ થવાની શરૂઆત કોઇ જગ્યાએ થી થઇ હોય તો તે વર્ષ 2001માં નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી બન્યા પછી આપણા ગુજરાતથી થઇ છે. ગુજરાતે ફરી નિર્ણય કરવાનો છે કે 1990 થી ગુજરાતની જનતા એકઘારી ભાજપને ઐતિહાસિક વિજય અપાવતી આવી છે અને આજે 2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતા જનાર્દનને અપીલ કરુ છું કે આપનો ભરોસો અમારા પર રાખજો.આપના ભરાસાને સન્માન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. ગુજરાતમાં કોંગ્રેસીયાઓને મોકો ન મળે તેનું ધ્યાન રાખજો.