ગુજરાત ગૌરવ યાત્રા સંત સવૈયાનાથજી ,ઝાંઝરકાથી સોમનાથથી શરૂ થઇ આ યાત્રાને દેશના ગૃહમંત્રી અને સહકારીતામંત્રી અમિતભાઇ શાહ એ પ્રસ્થાન કરાવ્યુ. જેમાં હાજર રહેલા
કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર પહેલા પાણી માટે ઝઝુમતો હતો આજે ભાજપ સરકારમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 10 હજાર ગામમાં એક લાખ 40 હજાર કિ.મી ની પીવાના પાણીની પાઇપ લાઇનનું ઇન્ફાસ્ટ્રકચરનું કામ થયું છે. ગુજરાતમાં ભાજપની સરકારમાં મંદિરોનો વિકાસ થયો છે. કચ્છ આજે ટુરિઝમ સ્થળ તરીકે વિકસીત થયું છે. આજે ગુજરાત વિકાસની નવી ઉચાંઇને સિદ્ધ કરી રહ્યુ છે એટલે આ યાત્રાનું નામ ગૌરવ યાત્રા રાખવામાં આવ્યું છે જેનું પાર્ટીના દરેક કાર્યકર્તાને ગૌરવ છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી અને બીકાનેરના સાંસદ અર્જૂનરામ મેઘવાલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના અથાગ પરિશ્રમથી માં નર્મદાનું પાણી ગુજરાતને તો મળ્યુ રાજેસ્થાનને પણ મળ્યુ છે તે બદલ તેમનો આભાર. ગુજરાતમાં આપણે ગુડ ગવર્નન્સ અને ડેવલોપમેન્ટ ના કામો થયા છે તે જોઇ શકીએ છીએ.
આ યાત્રા આજે 2 જિલ્લામાં અને 3 વિઘાનસભામાં આશરે કુલ 125 કિ.મીનો પ્રવાસ કરશે જેમાં કુલ 9 સ્વાગત અને 3 જાહેરસભા યોજવામાં આવશે.
આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રીઓ ડો.મનસુખભાઇ માંડવીયા, ડો.મહેન્દ્રભાઇ મુજપરા, અર્જૂનરામ મેઘવાલ અને પાર્ટીના વરીષ્ઠ નેતાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.