20.9 C
Kadi
Monday, November 28, 2022

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓએ 36 માં નેશનલ ગેમ્સમાં 10 મેડલો મેળવી પાટણનું નામ રોશન કર્યું


પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓએ 36 માં નેશનલ ગેમ્સમાં 10 મેડલો મેળવી પાટણનું નામ રોશન કર્યું ગુજરાતમાં યોજાયેલ 36 મી નેશનલ ગેમ્સમાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિધાર્થીઓએ ટેનીસ સહિત અન્ય રમતોમાં પોતાનું કૌશલ્ય દાખવી ગોલ્ડ , બ્રોન્ઝ અને સીલ્વર મેડલ સહિત 10 જેટલા મેડલો મેળવી સમગ્ર ગુજરાતમાં પાટણ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે રાજય સરકારના યુવા સાંસ્કૃતિક રમત ગમત વિભાગ દ્વારા તાજેતરમાં ગુજરાતના અમદાવાદ , ભાવનગર સહિત અન્ય શહેરોમાં 36 મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણ યુનિવર્સિટી સંલગ્ન મહેસાણાની સાર્વજનિક કોલેજની 3 વિધાર્થીનીઓએ બેડમીન્ટનની સ્પર્ધામાં ભાગ લઈ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો જેમાં વૈદી ચૌધરીએ એક ગોલ્ડમેડલ , બે બ્રોન્ઝ જયારે હેતવી ચૌધરીએ બે સીલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે તો રુત્ત્વિ ચૌધરીએ એક સીલ્વર મેડલ મેળવી ટેનીસની સ્પર્ધામાં પાટણ યુનિવર્સિટીનું નામ ગુંજતું કર્યું છે જયારે અન્ય રમતોમાં સીલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી 36 મી નેશનલ ગેમ્સમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિધાર્થીઓએ ગુજરાત સહિત યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યુ છે આ અંગે યુનીવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ચીરાગભાઇ પટેલે ગોલ્ડ – સીલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવનાર વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી છે આમ 36 મી નેશનલ ગેમ્સમાં બેડમીન્ટનની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર વૈદી ચૌધરી ઇન્ટરનેશનલ કક્ષાએ પોતાનું કૌશલ્ય દાખવવા સમકક્ષ બની છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!