ગુજરાત સાયન્સ સિટી દ્વારા વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને જતન વિશે લોકોમાં જાગૃતિ લાવવા 2 થી 8 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીયવન્ય પ્રાણી સપ્તાહ (નેશનલ વાઇલ્ડ લાઈફ વીક)ની ઉજવણી કરવામાં આવી.
આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ખાસ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને વાઇલ્ડ લાઈફ, વન્ય પ્રાણીઓના ખોરાકની આદતો, લુપ્ત થવાના કગાર પર રહેલ પ્રાણીઓનું સંરક્ષણ કેવી રીતે કરવું વગેરે વિશે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એકવેટિક ગેલેરીની મુલાકાતની પણ મજા માણી. સાયન્સ સિટીની એકવેટિક ગેલેરી ખાતે વિશ્વ ભરની ઘણી જળચર પ્રજાતિઓ રાખવામા આવી છે. યોગ્ય સંવર્ધનના અભાવે દુનિયા ભરમથી કેટલીય જંગલી પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
લોકો માં જંગલી પ્રાણીઓના સંરક્ષણ ના મહત્વ વિશે જાગૃતિ વધે તે હેતુ થી સાયન્સ સિટીના નેચર પાર્ક ખાતે લુપ્ત થયેલ પ્રાણીઓની માહિતીસભર પ્રતિકૃતિઓ (સ્ક્લ્પ્ચર્સ ) રાખવામા આવી છે. રાષ્ટ્રીય વન્ય પ્રાણી સપ્તાહ પ્રતિ વર્ષ 2 થી 8 ઓકટોબર દરમિયાન ભારતમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ વિશે જાગૃતિ વધારવા ઉજવવામાં આવે છે. ભારતીય વન્ય પ્રાણીઓને બચાવવાના ઉદ્દેશ થી 1952 થી પ્રતિવર્ષ આ ઉજવણી કરવામાં આવે છે. સામુચિક જીવન – સસ્ટેનેબલ લિવિંગ ના સિદ્ધાંત થકી ગુજરાત સાયન્સ સિટી જનસમુદાય ને વિજ્ઞાન અને ટેકનૉલોજી સાથે જોડવા કાર્યરત છે. યુવા પેઢીને સમુચિક જીવન માટે તૈયાર કરવા ગુજરાત સાયન્સ સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.