વેરાવળમાં ડ્રગ્સ અવેરનેશ કાર્યક્રમ સ્વામીનારાયણ ગુરુકુળમાં કરાયું હતું આયોજન
ગીર સોમનાથ એસ.ઓ.જી. બ્રાન્ચ દ્વારા પ્રભાસ પાટણ ખાતે આવેલ સ્વામી નારાયણ ગુરૂફ઼ળમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે ડ્રગ્સ અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જીલ્લા એસ.પી. મનોહરસિંહ જાડેજા ની સુચના અને માર્ગદર્શન મુજબ માદક દ્રવ્યો અને મોબાઇલ ફોનના દુર ઉપયોગ અને વ્યસનોથી બચવા બાબતે જીલ્લાના – ં વિદ્યાર્થીઓ અને લોકોમાં જાગૃતી લાવવા ને । । માટે અને યુવા ધનને માદક પદાર્થના સેવનની લતથી બચવા માટે પ્રભાસ પાટણ ખાતે સ્વામી નારાયણ ગુરૂકુલ સ્કુલ ખાતે અવેરનેશ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ ડ્રગ્સ અવેરનેશ કાર્યક્રમમાં એસ.ઓ.જી. ઇ.પોલીસ ઈન્સ. એ.બી.જાડેજા, પો.સ.ઇ. એચ.આર. મારૂ એસ.ઓ.જી. પોલીસની ટીમ તથા પ્રભાસ
સ્વામી દ્વારા ધોરણ 11.12. વિદ્યાર્થીઓને પાન-બીડી, દારૂ, ગુટકાના વ્યસનો તેમજ મોબાઇલ ફોનના દુર ઉપયોગ તથા માદક પદાર્થ ડ્રગ્સના સેવનથી થતી માનસીક-શારીરીક અને આર્થીક પાયમાલી બાબતે તેમજ ડ્રગ્સના દુષણની પશ્ચિમી દેશો દ્વારા થતી તસ્કરી અને તેનાથી વિદ્યાર્થીઓએ દુર રહેવા અને દેશના યુવા પેઢીએ જાગૃત થવા જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ ઉપરાંત એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પાટણ ગુરૂકુલના સંચાલક ભક્તિ પ્રકાશ એ.બી. જાડેજા ની આગવી શૈલીમાં ઉમદા
પ્રવચન આપી માદક પદાર્થના સેવનથી યુવાનો અમુલ્ય માનવ જીવન બરબાદ થતું હોય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને હાલની તરૂણ અને યુવાન વયમાં માદક પદાર્થ કે અન્ય કોઇ પણ પ્રકારના વ્યસનથી દુર રહી અને ફક્ત અભ્યાસમાં ધ્યાન આપી પોતાની ઉજજવળ કારકીર્દી બનાવી અને એક સારા સમાજની રચનામાં અને દેશની એક શક્ત યુવાધન તૈયાર કરવામાં દરેક યુવાનોનો મહત્વનો ફાળો રહેશે તેમ વિદ્યાર્થીઓને સુચારૂ માર્ગદર્શન આપવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.