સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો વઢવાણ ખાતે યોજાશે. કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે. જે બે દિવસ દરમિયાન ચાલશે. ૮૭૫૩ જેટલા લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવશે.
રાજ્યભરમાં તા.૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થનાર છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આજે મંગલ ભુવન, વઢવાણ ખાતે યોજાનાર છે.
આ ગરીબ કલ્યાણ મેળામાં મહિલા અને બાલ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સહિત ૧૫ થી વધુ વિભાગોની ૪૦ થી વધુ યોજનાઓ અંતર્ગત ૮૭૫૩ જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો મળશે તેમ રાજ્ય ભરમાં પણ મોટા લાભોનું વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીશ્રીઓ તથા મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. રાજ્ય ભરમાં આ પ્રકારે વિવિધ લાભોનું વિતરણ આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કરવામાં આવશે.