ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેરાત કરી હતી. આ સાથે જ હવે હિમાચલ પ્રદેશની ચૂંટણીનો પ્રચાર પ્રચંડ રીતે થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ 12મી નવેમ્બર જાહેર કરવામાં આવી છે અને આ સાથે જ આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઇ જશે. આ ચૂંટણીનું જાહેરનામું 17 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે અને ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.
હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા સીટ માટે આગામી મહિનાની 12મી નવેમ્બરે ચૂંટણી માટે મતદાન થશે. હિમાચલ પ્રદેશમાં ગત વિધાનસભા તેમજ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે નજર આવી રાહુ છે. હિમાચલ પ્રદેશની 2017 વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને 68 બેઠકોમાંથી 44 બેઠકો મળી હતી જયારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી અને અન્યને 3 બેઠકો મળી હતી. હિમાચલ પ્રદેશની 2017ની વિધાનસભાની ચૂંટણી બહુમત સાથે ભાજપ દ્વારા જીતી લીધી હતી. આ જીતમાં જો માટેની ટકાવારી ગણવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને 49 ટકા મતો મળ્યા હતા જયારે કોંગ્રેસને 42 ટકા મતો મળ્યા હતા અને અન્યને 9 ટકા મતો મળ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૂપડા સાફ કરી દીધા હતા અને લોકસભાની 4 બેઠકમાંથી 4 બેઠક પર વિજયી મેળવ્યો હતો. કોંગ્રેસ કે અન્ય પાર્ટીને એક પણ બેઠક પર જીતનો સ્વાદ ચાખવા મળ્યો ન હતો. આ વર્ષે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ક્યાં પક્ષની સરકાર બનશે તેમજ કોણ મુખ્યમંત્રી બનશે તે તો 8મી ડિસેમ્બરે જ નક્કી થશે. હિમાચલ પ્રદેશમાં કુલ 55.07 લાખ મતદારો છે જેમાં 27.80 પુરુષ મતદારો છે અને 27.27 મહિલાઓ મતદારો છે જયારે આ વર્ષેની ચૂંટણીમાં 1.64 નવા મતદારો મતદાન કરશે.