25.9 C
Kadi
Thursday, March 30, 2023

બજારમાં જોવા મળી શાનદાર ખરીદી: સેંસેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ: જાણો ક્યા શેરની કેવી સ્થિતિ રહી


Stock Market Closing: શેર બજાર (Stock Market) માં આજે સારી તેજી જોવા મળી રહી છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી (Sensex – Nifty) બંને ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. આજે સેન્સેક્સ 684.64 પોઈન્ટ અથવા 1.20 ટકાના વધારા સાથે 57,919.97 ના લેવપ પર ક્લોઝ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 171.35 પોઈન્ટ અથવા 1.01 ટકાના વધારા સાથે 17,185.70 ના લેવલ પર બંધ થયો હતો.

ક્યા શેરમાં વધારો જોવા મળ્યો

સેન્સેક્સના ટોપ-30 શેરોમાં ઇન્ફોસિસ અને એચડીએફસી બેન્ક ટોપ ગેઇનર રહ્યા છે. બંને કંપનીઓના શેરમાં 3 ટકાથી વધુનો વધારો થયો છે. આ સિવાય એચડીએફસી, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, એલટી, કોટક બેંક, બજાજ ફાઈનાન્સ, ડો રેડ્ડી, એસબીઆઈ, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, ટાઈટન, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, અલ્ટ્રા કેમિકલ, એચયુએલ, એનટીપીસી અને ટાટા સ્ટીલ માં પણ શાનદાર વધારો જોવા મળી રહ્યો હતો.

એમએન્ડએમના શેર સૌથી વધુ તૂટ્યા

આ સિવાય તૂટતા શેરોની યાદીમાં M&M ટોપ લૂઝર રહ્યો છે. આ યાદીમાં એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ, વિપ્રો, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, મારુતિ, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટીસીએસના શેરનો પણ સમાવેશ થાય છે.

ક્યા સેક્ટરમાં કેવી સ્થિતિ રહી ?

સેક્ટરલ ઈન્ડેક્સમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. ઓટો, મીડિયા, મેટલ, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ, હેલ્થકેર, પ્રાઈવેટ બેંક, પીએસયુ બેંક, ફાર્મા, નિફ્ટી આઈટી, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને બેંક નિફ્ટી તેજીવાળા સેક્ટરની યાદીમાં લીલા નિશાનમાં બંધ થયા છે.

શેર બજારમાં આજે 3593 કુલ શેરમાં કારોબાર જોવા મળ્યો હતો, જેમાં 1607 શેરના ઘટાડા સાથે અને 1837 શેરો તેજી સાથે બંધ થયા હતા. 149 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 242 શેર અપર સર્કિટ સાથે અને 137 શેર લોઅર સર્કિટ સાથે બંધ થયા હતા. તે જ સમયે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 270.37 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!