23.9 C
Kadi
Tuesday, March 28, 2023

ઉપરાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર જગદીપ ધનખડજીએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી


ઉપરાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવેલા જગદીપ ધનખડજીએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ગાંધી આશ્રમ ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું કે, ગાંધી આશ્રમની આ પવિત્ર ભૂમિ પર આવીને ધન્યતા અનુભવું છું.

ઉપરાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડજીએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ભારતની આઝાદી આંદોલનના કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા ગાંધી આશ્રમના પરિસરમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને ઉપરાષ્ટ્રપતિશ્રીએ ધન્યતા અનુભવી હતી.
ગાંધી આશ્રમની ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા કુટીર ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીએ મહાત્મા ગાંધીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા પ્રદર્શનને નિહાળ્યું હતું. સાથોસાથ બૃહદ આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મૉડલને નિહાળીને જાણકારી મેળવી હતી.
ઉપરાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના તૈલચિત્રને સૂતરનો હાર પહેરાવી વંદના કરી હતી. ઉપરાષ્ટ્રપતિશ્રીનાં ધર્મપત્નીએ ચરખો કાંત્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ હૃદયકુંજની નજીક આવેલી મીરાંબહેન તથા મહાદેવભાઈ દેસાઈની કુટીરો પણ નિહાળી હતી.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ ગાંધી આશ્રમની મુલાકાતના અનુભવ પણ શેર કર્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!