25.9 C
Kadi
Thursday, March 30, 2023

વિક્રમસિંઘે રાજપક્ષેની ટેક્સ નીતીને ઉલટાવી, લોકો કેવી રીતે ઉઠાવશે આ ભાર?


શ્રીલંકામાં કરવધારો લાંબા ગાળે દેશ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ચેતવણી આર્થિક નિષ્ણાતોએ આપી છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની સરકારે બુધવારે નવી ટેક્સ પોલિસીની જાહેરાત કરી હતી. જેમાં ડાયરેક્ટ ટેક્સમાં જંગી વધારો થયો છે. અત્યારે નાણા મંત્રાલય વિક્રમસિંઘેની પાસે છે. તેમના હસ્તાક્ષરથી જારી કરાયેલા સરકારી આદેશ (ગેઝેટ)માં નવા કરની જાહેરાત કરવામાં આવી છે. વિશ્લેષકોના મતે જો નવા ટેક્સ માળખાને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવશે તો દેશમાં ટેક્સનું માળખું 2019 જેવું જ હશે. 2019માં રાષ્ટ્રપતિ બન્યા પછી, ગોટાબાયા રાજપક્ષેએ ઘણા ટેક્સ દૂર કર્યા અને કેટલાક ટેક્સના દરમાં ઘટાડો કર્યો.

વિશ્લેષકોના મતે, આ પગલું વિક્રમસિંઘે સરકાર માટે જરૂરી બની ગયું હતું, જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોન મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. IMFએ લોનના બદલામાં શ્રીલંકા પર નાણાકીય સ્વાસ્થ્ય સુધારવાની શરત મૂકી છે. નવા ટેક્સ માળખા અનુસાર હવે શ્રીલંકામાં દર મહિને એક લાખ રૂપિયાથી વધુ કમાણી કરનાર વ્યક્તિએ 30 %ના દરે ટેક્સ ચૂકવવો પડશે. 5 લાખથી વધુની આવક પર 36% ટેક્સ લાગશે. કોર્પોરેટ ટેક્સ 24 થી વધારીને 30 % કરવામાં આવ્યો છે.

વિશ્લેષકોના મતે 2019માં દેશમાં મોંઘવારી દર ઘણો નીચો હતો. તે સમયે આટલા ઊંચા દરે ટેક્સ ચૂકવવો એ આજના જેટલો અઘરો ન હતો. હાલમાં દેશમાં ફુગાવાનો દર 70 %ની આસપાસ છે. જેના કારણે લોકોની વાસ્તવિક આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે ટેક્સના દરને જૂના સ્તરે લઈ જવાની દરખાસ્ત કરવામાં આવી છે. ધનુષ્કા સમરસિંઘે, માર્કેટ ફર્મ નેશન લંકા ઇક્વિટીઝ પ્રાઇવેટ લિમિટેડના CEO, Economynext.com વેબસાઈટને જણાવ્યું – “ખાનગી કર દરોમાં ભારે વધારો કર્મચારીઓને નિરાશ કરશે અને મધ્યમ-વર્ગના પરિવારોના જીવન પર પ્રતિકૂળ અસર કરશે. ઉચ્ચ મોંઘવારીના આ યુગમાં, આ પગલું પ્રતિભાઓને દેશ છોડવા માટે મજબૂર કરશે.

નિષ્ણાતોના મતે, સરકારે કદાચ ગભરાટના કારણે આ પગલું ભર્યું છે. તેનું ધ્યાન તાત્કાલિક સરકારી આવક વધારવા પર છે, જ્યારે આ પગલાની દૂરગામી અસરો નકારાત્મક હશે. સમરાસિંઘેએ કહ્યું- ’30 %નો કર દર નવા રોકાણ અને રોજગાર સર્જનને નિરાશ કરશે. હવે જોવાનું એ રહે છે કે, આનાથી નિકાસ કરતી ફેક્ટરીઓનું મનોબળ પણ ઘટે છે કે કેમ.
શ્રીલંકામાં 2019માં ટેક્સ-જીડીપી રેશિયો 12.7% હતો. રાજપક્ષે સરકાર દરમિયાન તે ઘટીને 8.7 % થઈ ગયો હતો. એવું માનવામાં આવે છે કે રાજપક્ષે સરકારની કર મુક્તિ નીતિએ દેશની આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી અને શ્રીલંકા દેવાની કટોકટીમાં ફસાઈ ગયું. હવે વિક્રમસિંઘે ટેક્સના દરને ફરીથી 2019ના સ્તરે લઈ ગયા છે. પરંતુ આ દરમિયાન લોકોની ટેક્સ ભરવાની ક્ષમતા નબળી પડી છે. એક નાણાકીય વિશ્લેષકે વેબસાઈટ ઈકોનોમિકનેક્સ્ટને જણાવ્યું – નવા ટેક્સ દરો સાથે, લોકો પાસે ખર્ચ કરવા માટે ઓછા પૈસા હશે. તેથી, આવા ઘણા વ્યાવસાયિક કામદારો જેઓ હાલમાં શ્રીલંકામાં રહીને દેશના અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા છે તેઓને વિદેશ જવાની ફરજ પડશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!