28.6 C
Kadi
Wednesday, March 29, 2023

ફોનમાં મળવા લાગ્યું એરટેલ 5G સિગ્નલ? જાણો પ્લાન્સ માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે


ભારતી એરટેલે થોડા સમય પહેલા 5G સર્વિસ શરૂ કરી છે. આ લોન્ચિંગ પછી કંપનીની 5G સર્વિસ ભારતના ઘણા શહેરોમાં શરૂ થઈ ગઈ છે. આ વિશે પહેલાથી જ ઘણી પુષ્ટિ કરવામાં આવી છે. અહીં અમે તમને Airtel 5G Plus વિશે તમામ વિગતો જણાવી રહ્યા છીએ.

એરટેલ 5G પ્લસ સર્વિસ ઉપલબ્ધતા

કંપનીએ કહ્યું છે કે એરટેલ 5જી પ્લસ દેશના 8 શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સર્વિસ હાલમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં શરૂ કરવામાં આવી છે. જો તમે આ શહેરોમાં રહો છો તો તમને Airtel 5G Plus સર્વિસ મળશે.

કંપનીએ કહ્યું છે કે માર્ચ 2023 સુધીમાં દેશના મોટાભાગના શહેરોમાં એરટેલ 5જી પ્લસ સર્વિસ શરૂ થઈ જશે. જ્યારે દેશના બાકીના ભાગોમાં માર્ચ 2024 સુધી 5G સર્વિસ આપવામાં આવશે.

એરટેલ 5G પ્લસ પ્લાન

એરટેલ 5જી પ્લસને લઈને કોઈ નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો નથી. અત્યારે Airtel 5G Plus જૂના 4G પ્લાન પર જ કામ કરશે. આ માટે તમારે કોઈ અલગ રિચાર્જ પ્લાન લેવાની જરૂર નથી. એટલે કે, જો તમારી પાસે Airtel 5G Plusનું કવરેજ છે અને તમારી પાસે 5G હેન્ડસેટ છે, તો તમે સિમ અપગ્રેડ કે નવા પ્લાન વિના પણ 5Gનો આનંદ માણી શકો છો.

એરટેલ 5g સ્પિડ

ઓકલાએ એરટેલ 5જીની સ્પીડ અંગેનો ડેટા શેર કર્યો છે. Ooklaના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની 5G સ્પીડ 516Mbps સુધી છે. ઘણા યુઝર્સે આ વિશે માહિતી પણ શેર કરી છે.

શું તમારા ડિવાઇસમાં એરટેલ 5G કામ કરશે?

તમે Airtel Thanks એપ પરથી Airtel 5G ની ઉપલબ્ધતા ચકાસી શકો છો. આ માટે તમારે Airtel Thanks ખોલીને 5G ઉપલબ્ધતા વિભાગમાં જવું પડશે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!