ઉનાઈ માતાજીના મંદિરથી નીકળેલ ગુજરાત ગૌરવ યાત્રાનું ભરૂચ જીલ્લામાં આગમન
-હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત
-સાંસદ મનસુખ વસાવા, પ્રભારી જનક બગદાણાવાળા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા દ્વારા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું
ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે ઉનાઈ માતાજીના મંદિરથી નીકળેલ ગુજરાત ગૌરવ યાત્રાનું ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કરી આવકારી હતી
વિધાનસભાની ચુંટણીના ભણકારા વચ્ચે ભાજપની ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ જનતાને આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત તારીખ-૧૨ અને ૧૩મી ઓકટોબરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડાના હસ્તે બહુચરાજીથી માતાના મઢ,દ્વારકાથી પોરબંદર ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જયારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ સંત સવૈયાનાથજી ઝાંઝરકાથી સોમનાથ,ઉનાઈ માતાજી મંદિર ખાતેથી ફાગવેલ અને ઉનાઈથી અંબાજી સુધીની ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે ગૌરવ યાત્રાનું સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાંથી ભરૂચ જીલ્લા હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે યાત્રાનું આગમન થતા સાંસદ મનસુખ વસાવા,પ્રભારી જનક બગદાણાવાળા,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા,જીલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, વિનોદભાઈ પટેલ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી,અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અનીલ પટેલ,હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ યાત્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ની આગેવાનીમાં હાંસોટ અને સજોદ ખાતે આવતા ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે યાત્રા અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત મહિમા પેટ્રોલિયમની બાજુમાં આવેલ મેદાનમાં જાહેરસભામાં ફેરવાઈ હતી.