એલોન મસ્ક હંમેશા એક યા બીજા કારણોસર ન્યૂઝમાં રહે છે. તાજેતરમાં તેણે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે એક પોલ કરાવ્યું હતં. આના પર લોકોએ તેમને કર્યા ક્રિટિસાઇઝ કર્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ અને અન્ય અધિકારીઓએ પણ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી.
યુક્રેન એમ્બેસેડર એન્ડ્રી મેલ્નીકે, એલન મસ્કના પોલનો જવાબ આપતા, તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો. હવે એવા અહેવાલો છે કે મસ્કની ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંક યુક્રેનને ફ્રી સર્વિસ આપવાનો ઇનકાર કરી રહી છે.
એલોન મસ્કની સ્ટારલિંકે રશિયા સાથેના યુદ્ધ દરમિયાન યુક્રેનને ઈન્ટરનેટથી જોડાયેલા રહેવામાં મદદ કરી છે. તે SpaceX ની માલિકીની છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો SpaceX એ પેન્ટાગોનને પત્ર લખ્યો છે. આમાં કંપનીએ કહ્યું છે કે યુક્રેનને હવે તેમની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સર્વિસ માટે ચૂકવણી કરવી પડશે.
શું ખત્મ થઈ જશે સ્ટારલિંક?
સોશિયલ મીડિયા પર પણ આ વાતની ચર્ચા થઈ રહી છે. ઈલોન મસ્કે પણ ટ્વીટનો જવાબ આપ્યો છે. એક ટ્વિટર યુઝરે લખ્યું કે મસ્કના સ્પેસએક્સે પેન્ટાગોનને કહ્યું છે કે તેઓ હવે યુક્રેનમાં સ્ટારલિંક સર્વિસ માટે ચૂકવણી કરી શકશે નહીં.
આ ટ્વીટ પર એલોન મસ્કે કહ્યું કે શાંતિ દરમિયાન વાતચીત અને યુદ્ધ દરમિયાન વાતચીતમાં ઘણો તફાવત છે. સ્ટારલિંક એક કોમ્યુનિકેશન સિસ્ટમ છે અને હજુ પણ યુદ્ધના મોરચે કામ કરી રહી છે, જ્યારે અન્ય સમાપ્ત થઈ ગઈ છે.
એલોન મસ્કે ટ્વિટ કર્યું કે રશિયા સ્ટારલિંકને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સ્પેસએક્સે સ્ટારલિંકને બચાવવા માટે ઘણા સંસાધનોનું રોકાણ કર્યું છે, પરંતુ આ પછી પણ, સ્ટારલિંક કદાચ ટકી શકશે નહીં.
યુક્રેનિયન અધિકારીએ પ્રશંસા કરી
મસ્કે ટ્વિટ કર્યું કે યુદ્ધમાં ઈન્ટરનેટ ફાઈબર, ફોન લાઈન્સ, સેલ ટાવર અને અન્ય સ્પેસ-આધારિત સંચાર ખોવાઈ ગયા છે. ફક્ત સ્ટારલિંક ત્યાં હાજર છે.
મસ્કના આ નિવેદનને યુક્રેનના ટોપના નેતાએ પણ સમર્થન આપ્યું છે. યુક્રેનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર મિખાઈલો ફેડોરોવે જણાવ્યું કે, “ચોક્કસપણે મસ્ક યુક્રેનને ટેકો આપતા વિશ્વના ટોપના પ્રાઇવેટ દાતાઓમાંના એક છે.” સ્ટારલિંક અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આવશ્યક ભાગ છે.