પશ્ચિમ બંગાળના ખડગપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)ની હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે લાલા લજપત રાય હોલમાં બંધ રૂમમાંથી દુર્ગંધ આવવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો ખોલ્યો તો મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ફૈઝાન અહેમદ (23) મૃત હાલતમાં મળી આવ્યો હતો. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક વિદ્યાર્થી આસામના તિનસુકિયાનો રહેવાસી હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી બે દિવસથી ગુમ હતો. તેઓ ફૈઝલ રાજેન્દ્ર પ્રસાદ હોલમાં રહેતા હતા. પોલીસે કહ્યું કે તે LLR હોલમાં શા માટે અને ક્યારે ગયો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ આત્મહત્યાનો મામલો લાગે છે, પરંતુ પોલીસ આ મામલાની તમામ રીતે તપાસ કરી રહી છે. ઘટનાની જાણકારી મળતાં જ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.