જામનગર મનપા કેમ્પસમાં વિટામિનની ગોળીઓ વેસ્ટ સ્વરુપે મળી આવી છે. આમાં બે બેદરકારીઓ સામે આવી છે. એક તો મેડિકલ વેસ્ટ પટાંગણમાં જોવા મળ્યો હતો જ્યારે બીજું એ કે, વિટામિનની ગોળીઓ ઉપયોગ વિના જ એક્સ્પાયર થઈ ગઈ છે. આ બન્ને બેદરકારી માટે જવાબદાર કોણ?
જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય કેન્દ્રની આ બેદરકારી સામે આવી છે. વિટામિનની ગોળીઓની સાથે વિટામિનની બોટલો જોવા મળી હતી. મનપાની વિટામીનની ગોળીઓ આ પ્રકારે પટાંગણમાં સામે આવતા અને બાયોમેડિકલ વેસ્ટમાં નિકાલ ના થતા આરોગ્ય શાખાની કામગિરીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.
વિટામિન એની ગોળીઓ પેશન્ટ્સને આપવાની જગ્યાએ આ પ્રકારે પટાંગણમાં જ જોવા મળતા આ મેડિસીનના વેસ્ટને પ્રોપર નિકાલ ના કરવાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા હતા. વિટામિન એની ટેબ્લેટમાં 50 ગોળીઓ આવે છે પરંતુ યોગ્ય રીતે દવાનું વિતરણ ન કરાતા 40 બોટલો વપરાયા વનાની જ પડી રહી હતી. આ મેડિસીન એ દેખીતી મેડિસીન છે પરંતુ આ સિવાય પણ અન્ય મેડિસીન પણ શું ખાત્રી છે કે, ઉપયોગ થતી હશે.