ગોપાલ ઇટાલીયા દ્વારા વડાપ્રધાન મોદીના માતૃશ્રી માટે કરેલ શબ્દ પ્રયોગને શખ્ત શબ્દોમા વખોડી કાઢતા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી હીરાબા માટે અરવિંદ કેજરીવાલ ટોળકીના ગોપાલ ઇટાલીયા દ્વારા જે પ્રકારના શબ્દ પ્રયોગ કર્યા છે તે ખૂબ જ નિંદનીય છે. ગુજરાત તથા પાટીદાર સમાજના લોકો ખૂબ જ સંસ્કારી છે. દુશ્મનની માતા માટે પણ આ પ્રકારના શબ્દ પ્રયોગ ન કરે તેવી સંસ્કારીતા ધરાવે છે.
હું ગોપાલ ઇટાલીયા ને કહેવા માગું છું કે સ્વાર્થ ભરી રાજનીતિ માટે સો વર્ષથી પણ વધુ ઉંમરના હીરાબા કે જેઓ રાજનીતિ સાથે જોડાયેલા નથી તેમના માટે આ પ્રકારના શબ્દ પ્રયોગ કરી પાટીદાર સમાજને તેની સાથે ન જોડે સમગ્ર પાટીદાર સમાજ તેમના આ ટ્વીટના શબ્દોને વખોળે છે. ભવિષ્યમાં જો તેમના દ્વારા આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવામાં આવશે તો પાટીદાર સમાજ રોડ ઉપર ઉતરીને પણ તેમનો વિરોધ કરશે.ત્યારે અમરેલી ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાહેબ એ પ્રતિક્રિયા આપી હતી… ગોપાલ ઇટાલીયા દ્વારા વડાપ્રધાન મોદીના માતૃશ્રી માટે કરેલ શબ્દ પ્રયોગને શખ્ત શબ્દોમા વખોડી કાઢતા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી