28.6 C
Kadi
Wednesday, March 29, 2023

ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા નીકળેલ યુવા પરિવર્તન યાત્રાનું કડીમા સ્વાગત કરાયું; કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજાઈ


ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા નીકળેલ યુવા પરિવર્તન યાત્રાનું કડીમા સ્વાગત કરાયું; કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજાઈ

ગુજરાત રાજ્યમાં વિધાનસભા 2022 ની ચૂંટણી ના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાkmજકીય પક્ષો દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષવા તેમજ રિઝવવા માટે અનેક રેલીઓ યાત્રાઓ તેમજ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે કૉન્ગ્રેસની યુથ પરિવર્તન યાત્રાનું કડીમાં આગમન થયુ હતુ જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બહુચર માતાજીના મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા પરિવર્તન યાત્રાનું આજે કડી આગમન થયુ હતુ જેમાં ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ડો. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ગુજરાત યુથ કૉન્ગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ના નેતૃત્વમાં સોમનાથથી સુઇ ગામ સુધી યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો જે ઉપક્રમે કડીમાં પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી દેત્રોજ રોડ ઉપર આવેલ બહુચર માતાજીના મંદિર ખાતે યાત્રાનું સ્વાગત કૉન્ગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને કડી યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસ સંગઠન દ્વારા ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી હતી

ગુજરાત યુવા પરીવર્તન યાત્રા કડી ખાતે આવી પહોંચતા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ના પ્રમુખ હરપાલસિહ ચુડાસમા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાયકારી પ્રમુખ ડો ઇન્દવિજયસિહ ગોહિલ કડી તાલુકા યુથ કૉંગ્રેસ પ્રમુખ પિયુષ રાયકા કડી તાલુકા પ્રમુખ મહેશજી ઠાકોર ગુજરાત પ્રદેશ યુથ ના મંત્રી વાલુભાઈ દેસાઈ મહેસાણા જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ લાલજી ઠાકોર કોંગ્રેસ ના આગેવાન શ્રી પહેલાદભાઇ પટેલ, ઘરમશીભાઇ રબારી,પવિણભાઇ પરમાર,બલવતભાઇ પટેલ,ચેતન પટેલ,અશોકસિહ જાડેજા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!