ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ભણકારા વચ્ચે રાજકીય પક્ષો દ્વારા રાજકીય કાર્યક્રમો અને જાહેર સભાઓ માટે દોડધામ ચાલુ કરી દીધી છે. રાજકીય પક્ષો માટે ભાવનગર મુખ્ય કેન્દ્ર બન્યું હોય તેમ રાજકીય પક્ષોના રાજ્ય અને રાષ્ટીય કક્ષાના નેતાઓ વારંવાર ભાવનગરમાં પડાવ નાખી રહ્યા છે. ભાવનગરમાં ત્રીજીવાર આમ આદમી પાર્ટીના રાષ્ટીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ભાવનગર ખાતે અને જાહેર સભા સંબોધશે. વિધાનસભાની ચૂંટણી માટે ભાવનગર હોટ ફેવરિટ હોય તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાવનગર પર હષ્ટિ કેન્દ્રિત કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટીય સંયોજક અરવિંદ કેજરીવાલ લટ્ઠાકાંડ સમયે દોડી આવ્યા બાદ યુવાનો સાથે સંવાદનો કાર્યક્રમપણ યોજાયો હતો. ચૂંટણી હવે સાવ હુંકડી છે ત્યારે અંત સમય સુધી લડી લેવાના મુડમાં હોય તેમ આજે રવિવારે શહેરના ચિત્ર સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં બપોરે 2 કલાકે અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન જાહેર સભા સંબોધશે. ગણતરીના દિવસોમાં ચૂટણી જાઢ્ર થવાની છે ત્યારે રાજકોય પક્ષો માટે ભાવનગર ઢોટ કેવરિટ : કાલે વધુ એક વખત કેજરીવાલ ભાવનગરમાં, ચિત્રા સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાટેરસભા સંબોધથે