30.9 C
Kadi
Thursday, March 30, 2023

પોરબંદર પી.જી.વી.સી.એલ. દ્વારા લોકોને વીજબીલ ચૂકવણી માટે એપ્લીકેશન કે વેબસાઇટ દ્વારા આવા મેસેજ આવે તો ધ્યાન પર ન લેવા અપીલ કરવામાં આવી


પોરબંદરમાં વિજબીલની ઓનલાઇન ચુકવણીના નામે છેતરપિંડીના અમુક કિસ્સાઓ બન્યા છે. તેથી તેની એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટેના મેસેજ કે લીંકને કલીક નહીં કરવા અપીલ થઇ છે.

પોરબંદર પી.જી.વી.સી.એલ. દ્વારા લોકોને વીજબીલ ચૂકવણી માટે એપ્લીકેશન કે વેબસાઇટ દ્વારા આવા મેસેજ આવે તો ધ્યાન પર ન લેવા અપીલ કરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ. માન્ય જ વેબસાઇટ છે. તેના પર જઇને ઓનલાઇન વીજબીલની ચુકવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પોરબંદર સહિત રાજ્યભરમાં ઓનલાઇન છેતરપીંડીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ઓનલાઇન ઓર્ડર, ચૂકવણી, આકર્ષક સ્કીમ દ્વારા લોકોને લાલચ અથવા તો ભરમાવીને ગ્રાહકો સાથે છેતરપીંડી આચરવામાં આવી રહી છે. પોરબંદર સરકારી હોસ્પિટ લના એક તબીબ સાથે વીજબીલ અપડેટના નામે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ક્રેડીટકાર્ડના માધ્યમથી પ્રથમ ૫૦ હજાર ત્યારબાદ વધુ ૧૦ હજાર કરતા વધુ રકમની ઓનલાઇન છેતરપીંડી આચરવામાં આવી હતી.

શિક્ષિત યુવાનો, ડોકટરો જેવા લોકો પણ છેતરપીંડીનો શિકાર બની રહ્યા છે. દેશ ડિજીટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે તેમાં ઓનલાઇન ફ્રોડના બનાવો પણ વધી રહ્યા છે. જેથી લોકોને ઓનલાઇન આપવામાં આવતી લોભ, લાલચોમાં પડવું નહીં. કારણકે લાલચમાં કયાંક આપણે જ આપણા પૈસા ગુમાવી બેસીએ છીએ. અલગ અલગ નંબરમાંથી કોલ આવે છે અને ફ્રોડનો શિકર બન્યા બાદ ફોન કરવામાં આવે તો તે ફોન પણ લાગતો નથી. વીજબીલ અપડેટ કે ચુકવણીના નામે તાજેતરમાં કિસ્સાઓ વધ્યા છે. તો હવે વોટસએપ કોલમાં કેબીસીના નામે છેતરપીંડીનો શિકાર બનાવવા માટે આવા ઇસમો કોલ પણ કરી રહ્યા છે. કેબીસીના નામે વોટસએપ કોલમાં એવું કહેછે કે તમને કેબીસી તરફથી ૨૫ લાખનું ઇનામ મળે છે. આવી લાલચમાં લોકોએ પડવું જોઇએ નહીં. કારણકે લાલચ આપીને આપણે અલગ અલગ ડોકયુમેન્ટ નંબર અપડેટ કરીએ છીએ. જે સીધા જ ઓનલાઇન ફ્રોડ કરતા ઇસમો આપણા ખાતામાંથી પૈસા કપાવી લે છે અને સરળતાથી છેતરપીંડી આચરી રહ્યા છે. જેથી – નાગરિકોએ ઓનલાઇન ફ્રોડથી બનતા બનાવોથી ચેતવું જોઇએ. કારણકે ઓનલાઇન ફોર્માલીટી પૂરી કર્યા બાદ આવા લોકોના તાત્કાલિક જે તે લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!