પોરબંદરની નિરમા ફેકટરી ખાતે મહત્વનો સુરક્ષા સેમિનાર યોજાયો હતો. જેમાં શ્રમયોગીઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થાય તેવા હેતુ સાથે જિલ્લાકક્ષાના તાલિમ કાર્યક્રમનું પણ આયોજન થયું હતું.
સૌરાષ્ટ્ર કેમીકલ્સ ડિવીઝન ઓફ નિરમા લીમીટેડ, પોરબંદર ખાતે જુનાગઢ જિલ્લાના ડેપ્યુટી ડાયરેકટર ઇન્ડસ્ટ્રીઅલ સેફટી અને હેલ્થ વિભાગના જિજ્ઞેશ દ્વિવેદી તથા આસીસ્ટન્ટ ડાયરેકટર યોગેશ પેંડાલ તથા યોગેશ ગોવાણી અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોજેકટ ઓફિસર કર્તા ત્રિવેદી તેમજ સૌરાષ્ટ્ર કેમીકલ્સ ડીવીઝન ઓફ નિરમા લીમીટેડના ડાયરેકટર એસ.વી. સોનેરા તથા સૌરાષ્ટ્ર કેમીકલ્સ ડીવીઝન ઓફ નિરમા લીમીટેડના હેડ જી.જે. આદ્રોજાના પ્રમુખ સ્થાને ‘સુરક્ષા સેમીનાર’નું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં સૌરાષ્ટ્ર કેમીકલ્સ ડીવીઝન ઓફ નિરમાના લીમીટેડના કર્મચારીઓ તથા પોરબંદર જિલ્લાના અલગ અલગ કંપનીઓ જેવી કે સૌરાષ્ટ્ર સીમેન્ટ, સુપરગેસ તથા ફીશરીસ કંપનીના કર્મચારીઓ ખૂબજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોકત સેમિનારને દીપ પ્રાગટ્ય કરી ડેપ્યુટી ડાયરેકટર ઇન્ડસ્ટ્રીઅલ સેફટી અને હેલ્થ વિભાગના જિજ્ઞેશ દ્વિવેદીએ ખુલ્લો મુકયો હતો ત્યારબાદ તેમણે પ્રાસંગિક ઉદ્બોધન કરેલ હતું.
ત્યારબાદ સૌરાષ્ટ્ર કેમીકલ્સ ડીવીઝન ઓફ નિરમાના લીમીટેડના ડાયરેક્ટર એસ.વી. સોનારાએ પણ તમામ તાલીમાર્થીઓનું સ્વાગત કરેલ હતું. સેમિનારમાં સુરક્ષા વિષેની તાલીમ આપવા ત્રણ ટ્રે ઇનર પીયુષભાઇ પટેલ, વિરેનભાઇ શાહ, અને શક્તિભાઇ રોહડીયા આવેલ હતા અને પોરબંદર ખાતે કારખાનાઓમાં શ્રમયોગીઓની સલામતી અને સુરક્ષા પ્રત્યે જાગૃતિમાં વધારો થાય અને શ્રમયોગીઓ કારખાનાઓમાં સલામતીપૂર્વક સુરક્ષીત રીતે કામ કરી શકે તે હેતુસર જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક સલામતી વિષયક તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોરબંદર જિલ્લામાં આવેલ વિવિધ કારખાનાઓના વિશાળ સંખ્યામાં શ્રમયોગીઓને તાલીમ આપવામાં આવી હતી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. અંતમાં આવેલ તાલીમાર્થીઓના પ્રતિભાવ જાણેલ અને તમામ તાલીમાર્થીઓને સૈકેમ ટ્રેનીંગ સેન્ટરના ‘ડીસ’ એપ્રુવ્ડ સર્ટીફિકેટ આવેલ મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવેલ. છેલ્લે કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ જી.જે. આદ્રોજાએ આવેલ તમામ મહેમાનોનો આભાર વ્યકત કરેલ તેમજ આ કાર્યક્રમમાં જે જે લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ કરેલ છે તે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરેલ હતો.