30.9 C
Kadi
Thursday, March 30, 2023

ભરૂચમાં 5 વિધાનસભા બેઠક ભાજપા જ જીતશે : મનસુખભાઇ વસાવા, સાંસદ


ભરૂચના શક્તિનાથ ખાતે ભાજપની ગૌરવ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને જનસભા યોજાઈ

ભરૂચમાં 5 વિધાનસભા બેઠક ભાજપા જ જીતશે : મનસુખભાઇ વસાવા, સાંસદ
ભરૂચમાં સર્વાંગી વિકાસ, તેમજ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ એટલે ભાજપાનું સુશાસન, પહેલા 180 દિવસ કરફ્યુમાં કાઢ્યા છે હવે કરફ્યુ શુ છે એ લોકો ભૂલી ગયા છે : દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય
ગુજરાતમાં નીકળતી વિકાસની ગાથા સાથેની ગૌરવ યાત્રા એટલે કે દેશમાં નહીં પણ દુનિયામાં ઓળખ કેળવી છે : અજય મિશ્રા, કેન્દ્રીય મંત્રી
આ ગરીબ દેશ નથી, પૂર્વ સરકારોએ આ દેશને ગરીબ દેશ બનાવ્યો, આજે દેશમાં બધી જ છે કોઈ પણ ચીજ વસ્તુની કંઈ નથી : અજય મિશ્રા, કેન્દ્રીય મંત્રી
ભાજપની ભરોસાની સરકારમાં જન જને મુકેલા વિશ્વાસ અને સાથનો આભાર વ્યક્ત કરવા શનિવારે ભરૂચ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની આગેવાનીમાં ગુજરાત ગૌરવ યાત્રા નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું.
ભરૂચના શક્તિનાથ ખાતે જાહેરસભામાં પરિવર્તિત થયેલી યાત્રામાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસનું મોડલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશ તેમજ દુનિયામાં લોક ચાહના મેળવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં આજના ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે.
સમગ્ર દેશના અન્ય પ્રદેશોને પણ ગુજરાત અને ગુજરાત વિકાસ મોડલ ઉપર વિશ્વાસ અને ભરોસો છે. વિરોધીઓ પાસે કોઈ મુદા નહિ હોવાથી તેઓ હતાશ, નિરાશ થઈ ગયા છે અને ગાળો આપવાનું કામ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતા ભાજપ સાથે છે અને આ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 150 થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
અને વિકાસ, વિશ્વાસ અને ભરોસા સાથે કહ્યું હતું કે, આ ગુજરાતની ચૂંટણીના પરિણામ પછી આવનાર 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સામે કોઈપણ પક્ષ ચૂંટણી લડવાનું નામ નહિ લે.
વધુમાં અજય મિશ્રાજી એ , દેશમાં કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી અને આજે એટલે જ એમની પાસે કોઈ કામ નહીં હોવાનો મત વ્યક્ત કર્યો હતો. અંતમાં તેમણે હુકાર કેયો હતો કે, ભાજપની ટકકરમાં કોઈ નથી.
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતેથી ગર્જના કરી હતી કે, ગુજરાતની પ્રજાએ થર્ડ પાર્ટીને કદી સ્થાન આપ્યું જ નથી અને કોંગ્રેસ તો જીતમાં જ નથી. બિટીપી, કોંગ્રેસ કે આપ વાળા જુઠા અને અલગાવતાવાદી લોકોને કોઈ સ્થાન નહીં મળે. ભરૂચ જિલ્લા ની પાંચેય વિધાનસભા બેઠક ભાજપ જ જીતશે.
વિધાનસભા દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, ભરૂચમાં સર્વાંગી વિકાસ, તેમજ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ એટલે ભાજપાનું સુશાસન, પહેલા 180 દિવસ કરફ્યુમાં કાઢ્યા છે હવે કરફ્યુ શુ છે એ લોકો ભૂલી ગયા છે.
ભરૂચ જાહેરસભામાં પૂર્વ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જનક બગદાણાવાલા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસિંહ ગોહિલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, દક્ષાબેન પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, અનિલ રાણા, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ કામિનીબેન પંચાલ, ફાલ્ગુનીબેન પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાસોટથી ભરૂચ સુધી યાત્રાનું લોકો દ્વારા ઠેર ઠેર ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કરાયું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!