34.2 C
Kadi
Wednesday, March 29, 2023

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ વૈશાલી ઠક્કરે ઘરે ગળેફાંસો ખાઈ લીધો, પોલીસને મળી સ્યુસાઈડ નોટ


30 વર્ષની ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ઈન્દોરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. તેણે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અભિનેત્રીએ સુસાઈડ નોટ પણ લખી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વૈશાલી ‘બિગ બોસ 11’માં પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, વૈશાલી ઉજ્જૈનના મહિદપુરની રહેવાસી હતી. વૈશાલી છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. આપઘાતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમએસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસને વૈશાલીના મૃતદેહની સામેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અભિનેત્રીએ શા માટે આત્મહત્યા કરી. અભિનેત્રીની સુસાઈડ નોટ પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ પ્રેમ એંગલથી કેસની તપાસ કરી રહી છે. વૈશાલીએ 2015માં યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી ટીવી કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં તેણે સંજના સિંહનું પાત્ર ભજવ્યું હતું. આ પછી તે ‘યે હૈ આશિકી’માં જોવા મળી હતી. તેણે ‘સસુરાલ સિમર કા’માં અંજલિ ભારદ્વાજની ભૂમિકા ભજવી હતી. તે ‘સુપર સિસ્ટર્સ’માં શિવાની બની હતી. ‘વિશ યા અમૃતઃ સિતારા’, ‘મનમોહિની 2’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. તે છેલ્લે ‘રક્ષા બંધનઃ રસાલ અપની ભાઈ કી ઢાલ’માં કનકની ભૂમિકામાં જોવા મળી હતી. વૈશાલીએ પાંચ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર રીલ શેર કરી હતી. આ રીલમાં તે ‘દિલ જીગર ક્યા હૈ… મેં તો તેરે લિયે જાન ભી દે દૂન…’ ગાતી જોવા મળી હતી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરિયરની શરૂઆત કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!