ગુજરાત ગૌરવ યાત્રાનું બનાસકાંઠા જિલ્લામાં આગમન થતાં
કેન્દ્રીય મંત્રી ર્ડા. સંજીવકુમાર બાલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સુંદર રસ્તાઓ, પાણી અને શિક્ષણની ખુબ સરસ વ્યવસ્થા છે.
કોન્ગ્રેસના શાસનમાં માત્ર ભાઇ- ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચાર જ થતો હતો. જેમના નેતૃત્વમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે તેવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી વિકાસની નવી શરૂઆત થઈ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરીને તથા જમ્મુ-કાશ્મીરીમાંથી કલમ-૩૭૦ હટાવીને દેશના લોકોનું સપનું પુરુ કર્યુ છે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત ગાૈરવ યાત્રામાં રાજ્યના મંત્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઇ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, યાત્રાના ઇન્ચાર્જ કે.સી.પટેલ, ભાજપાના અગ્રણી નેતાઓ સર્વશ્રી મહેન્દ્રભાઇ પટેલ, ગુમાનસિંહ ચાૈહાણ, હરીભાઈ ચાૈધરી, કેશાજી ચાૈહાણ, સુરેશભાઈ શાહ, નંદાજી ઠાકોર, દિલીપભાઇ વાઘેલા, ભરતભાઇ પરમાર, મણીભાઇ વાઘેલા, એલ.એ.ગઢવી, માવજીભાઇ દેસાઈ, ર્ડા.રાજુલબેન દેસાઇ સહિત જિલ્લા ભાજપાના આગેવાનો અને વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.આ પ્રસંગે જિલ્લાના વડગામ ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનો સત્કાર સમારંભ યોજાયો હતો.