દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની જનતા માટે સાબરમતી નદી પર લોકાર્પણ કરાયેલા અટલ બ્રીજની પેર્ટન પર જ ઉમરસાડી દેસાઈવાડ ગામની ખાડી પર રૂપિયા 9.50 કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ ખાડીથી 26 ફૂટ ઊચાઈએ બનશે. જેથી દરિયાની ભરતીના પાણી નડશે નહિ. જેના પર 5.50 મીટર પહોળા અને 126 મીટર લંબાઈનો પેડેસ્ટલ બનશે. ઉમરસાડી ખાતે બીચનો વિકાસ થતા આ ગામ પર્યટન સ્થળ બનશે અને ગામના લોકોને રોજગારી મળશે એમ મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું. પ્રોજેક્ટનું ગામના અગ્રણી ભરતભાઈનું સ્વપ્ન હતું. અને માટે ભરતભાઈ છેલ્લા 4-5 વર્ષથી પ્રયત્ન કરતા હતા. જેના ફોલોઅપમાં ગામના જ અને પારડી તાલુકાના સંગઠન પ્રમુખ મહેશભાઈના કારણે જ ભરતભાઈ આજે સ્વપ્નું સાકાર થઇ રહ્યું છે. એમ મંત્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યાબેન પટેલ, ગામના સંરપંચ રાજુભાઇ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.મંત્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યાબેન પટેલ, ગામના સંરપંચ રાજુભાઇ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.