વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે 19 ઓક્ટોબરથી આવી રહ્યા છે. 19-20 ઓક્ટોબર એમ બે દિવસનો કાર્યક્રમ તેમનો ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રહેશે.
દિવાળી બાદ આચાર સંહીતા લાગી જાય તેવી પ્રબળ શક્યતાઓ ગુજરાતમાં છે ત્યારે વિવિધ લોકાર્પણના કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના થઈ શકે છે. જો કે, અગાઉ એક જ દિવસનો રાજકોટનો પ્રવાસ યોજાય તેવી વાત સામે આવી રહી પરંતુ હવે તેમનો પ્રવાસ બે દિવસનો યોજવામાં આવી રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
19 ઓક્ટોબરના કાર્યક્રમો
– 9.30 કલાકે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે,
ગાંધીનગરમાં ડીફેન્સ એક્સપોની શરૂઆત કરાવશે.
– અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મિશનલ એક્સલન્સ ઓફ સ્કૂલમાં હાજરી આપશે.
– બપોરે જુનાગઢમાં લોકાર્પણના કાર્યોનું ખાતમૂહુર્ત અને શિલાન્યાસ કરશે ત્યાં સભાને સંબોધશે
– રાજકોટમાં રોડ શો કરી જંગી સભાને સંબોધશે 5000 કરોડના શિલાન્યાસ, લોકાર્પણ કરશે.
20 તારીખનો પ્રવાસ
– કેવડીયામાં વિદેશ મંત્રાલયની કોન્ફરન્સમાં આપશે હાજરી.
– તાપી વ્યારામાં જઈ વિવિધ લોકાર્પણ કરશે.
– સુરતના સરકારી વિવિધ કાર્યક્રમની અંદર હાજરી આપશે ત્યાંથી સિધા દિલ્હી જવા રવાના થશે.
– રાજકોટમાં મળશે આ ભેટ
રાજકોટમાં 3 ઓવર બ્રિજની ભેટ મળશે આ ઉપરાંત લાઈટ હાઉસ, ઈન્ડોર સ્ટેડીયમ, સાયન્સ મ્યુઝિયમ, અમુલ પ્લાન્ટ, રાજકોટ જેતપુર સિક્સલેન, ટેકનોલોજી પાર્ક, રેલ્વે સ્ટેશન રી ડેલવલપમેન્ટ કરવામાં આવશે આમ વિવિધ ભેટ પીએમ દ્વારા રાજકોટમાં વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને મળશે.
સૌરાષ્ટ્ર પર ફોકસ કરવામાં આવી રહ્યું છે માટે રાજકોટ અને જુનાગઢમાં લોકાર્પણના કાર્યોનું ખાતમુહુર્ત અને શિલાન્યાસ થઈ રહ્યો છે. જંગી સભાને પણ સંબોધન કરશે. ગત વખતે ગીર સોમનાથ, જુનાગઢમાં ભાજપને મોટું નુકશાન થયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનો મહત્વપૂર્ણ બેલ્ટ છે. જેથી આદિવાસી બેલ્ટમાં મહત્વનો રહેશે. આ ઉપરાંત તેઓ તેમના પ્રવાસ દરમિયાન એજ્યુકેશન પર ભાર મુકવામાં આવી રહ્યો છે.