23.9 C
Kadi
Tuesday, March 28, 2023

શ્રી ગુરુજ્યોતિ સ્કૂલ દ્વારા દિવાળી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી


બાળકો દ્વારા મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત
આજકાલના બાળકોમાં અને આમ જોવા જઈએ તો પબ્લિકમાં પણ ખાખી પ્રત્યે એટલે કે પોલીસ જવાનો ની થોડી બીક રહેલી હોય છે અને એ જ બીક વાલીઓ દ્વારા કે વડીલો દ્વારા બાળકોને પણ બતાવવામાં આવે છે એ બીક ઉડાડવા માટે શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખીજડી પ્લોટ ની વિઝીટ કરાવવામાં આવી હતી. આ વિઝીટ માટે આર.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેના સમગ્ર સ્ટાફે બાળકોને આવકાર્ય હતા અને સ્ટાફ દ્વારા બાળકોને ગિફ્ટ અને જે પ્રેમ આપવામાં આવ્યો છે તેના માટે શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલ  એમના આભારી છે.

ફટાકડા ફોડી અને મીઠાઈ વિતરણ સાથે દિવાળીની ઉજવણી કરી હતી
શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલ બધા તહેવારોની અલગ અલગ રીતે ઉજવણી કરવા માટે તત્પર છે જેવી રીતે પરિવારમાં દિવાળીમાં ફટાકડા ફોડવામાં આવે છે એવી જ રીતે શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલ દ્વારા બાળકો સાથે ફટાકડા ફોડી અને જેવી રીતે ઘરના વડીલો બાળકો માટે એટલે કે પરિવાર માટે મીઠાઈ લઈ આવે છે એવી જ રીતે શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલ દ્વારા બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રોજેક્ટર દ્વારા  બાળકોને દિવાળીનું મહત્વ
શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલ પોરબંદરમાં એક અનોખી સ્કૂલ એટલે કે આધ્યાત્મિક જ્ઞાન પીરસવા માટે તત્પર છે., શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલમાં આધ્યાત્મિક જ્ઞાન  તો છે જ પણ સાથે સાથે ડિજિટલ જ્ઞાનપીરસવામાં પણ સ્કૂલના સંચાલક નિકુંજભાઈ પંચમતીયા અને હિરાલીબેન પંચમતીયા હંમેશા અગ્રેસર રહે છે.

આજકાલની પેઢીમાં વાત કરીએ તો તહેવારોની ઉજવણી તો પરિવારમાં થાય છે પણ તહેવાર ઉજવવાનું કારણ આપણા શાસ્ત્રોમાં શું દર્શાવ્યું છે તે પણ વિડિયો બતાવીને બાળકોને જણાવવામાં આવ્યું હતું.

વાલી મિત્રોનો પણ જે રીતે શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલ તહેવારો અને એક્ટિવિટી અને આધ્યાત્મિક જ્ઞાન જે બાળકોને પીરસે છે તેનો અભૂતપૂર્વ પ્રતિસાદ વાલીઓ દ્વારા પણ મળતો રહ્યો છે એ માટે શ્રી ગુરુ જ્યોતિ સ્કૂલના સંચાલક નિકુંજભાઈ અને હીરાલિબેન પંચમતીયા આભારી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!