બનાસકાંઠા ના ડીસા હવાઈ પિલ્લર મેદાન ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભાઈ યોજાઈ,લાખો ની જન મેદની ઉમટી
બનાસકાંઠા ના ડીસા હવાઈ પિલ્લર મેદાન ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભાઈ યોજાઈ હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન ઉપસ્થિત રહી ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપના ચાલતા કુશાસન પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આમ આદમીની સરકાર બનશે તો સૌથી પહેલું કામ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદીનું કરવામાં આવશે. ભાજપે છેલ્લા 27 વર્ષથી અને કોંગ્રેસે 32 વર્ષ સુધી ભ્રષ્ટાચાર સિવાય કોઈ જ કાર્ય કર્યું નથી. આમ આદમીની સરકાર બનશે તો 27 વર્ષમાં કરેલા ભ્રષ્ટાચારના નાણા પેટમાં હાથ નાખીને પણ કઢાવીશું અને આ નાણાં થી ગુજરાતની પ્રજાને મફત વીજળી, સુંદર આરોગ્યની સેવાઓ અને મહિલાઓને દર માસે 1000 રૂપિયા તેમજ લાખો બેરોજગારોને નોકરીઓ આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાંથી અયોધ્યા રામલ્લાના દર્શન અર્થે જતા યાત્રિકો માટે મફત યાત્રાની સુવિધા કરવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.તેમણે આઈ.બી.ના રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે, આઇ.બી.નોરિપોર્ટ પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવે તેમ કહે છે પરંતુ રિપોર્ટમાં પાતળી બહુમતી આવતી હોવાથી ગુજરાતની પ્રજા થોડું જોર લગાવી 150 થી વધુ સીટો અપાવે તો સરકારને કામ કરવામાં ખૂબ જ આસાની રહે.તેમણે આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ પ્રમાણે તમામ વાયદાઓ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું. . . . .
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ ગુજરાતની ભ્રષ્ટાચારી સરકાર વિશે શું કહ્યું?
આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ ગુજરાતની ભ્રષ્ટાચારી સરકાર દ્વારા પેપર ફોડવાના મામલે સવાલો ઉઠાવી સરકાર સામે આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પંજાબમાં કોઈ પરીક્ષાના પેપર ફૂટતા નથી. દિલ્હીમાં શાંતિપૂર્ણ પરીક્ષાઓ યોજાય છે પરંતુ ગુજરાતમાં એક પણ પરીક્ષા સીધી રીતે લેવાતી નથી તેના પેપરો ફુટે છે અને યુવાનોના બેરોજગારોના દિલ તૂટે છે. ગઈ કાલે ડીસામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સભા યોજાઇ હતી. જેના કરતાં પણ દસ ગણી પબ્લિક કેજરીવાલ ની સભામાં ઉપસ્થિત રહેતા આમ આદમી પાર્ટીમાં નવો જોમ આને જુસ્સો આવ્યો હતો. . . ..