સિદ્ધપુર તાલુકાના કોઇટાં થી સવજીપૂરા સુધી રૂ.૨.૩૦ કરોડનાં ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત કરાયુ પાટણના સિદ્ધપુર ના કોઇટા થી સવજીપુરા ( રબારીપુરા ) સુધી પાકો ડામર રસ્તા માટે ગ્રામજનો ની માંગણી ને ધ્યાનમાં રાખીને સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા સરકાર માં રજુઆત કરી રૂપિયા ૨. ૩૦ કરોડ નો જોબ નંબર મેળવી આપવામાં આવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે સિદ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો અને ગ્રામજનો ની વિશાળ ઉપસ્થિતિમાં સાથે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું નવીન રોડ નાં ખાત મુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદન જી ઠાકોર નો સમસ્ત ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોની વર્ષો જુની માગ જાગૃત ધારાસભ્ય તરીકે સંતોષવા બદલ ચંદનજી ઠાકોર નો આભાર વ્યક્ત કર્યો હતો રોડનાં ખાતમુહૂર્ત પ્રસંગે સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર રણજીતસિંહ ઠાકોર કોઇટાં સરપંચ , સારજીજી ઠાકોર પ્રમુખ તાલુકા કોંગ્રેસ ઠાકોર વદુજી જિલ્લા સદસ્ય , હારુનભાઈ ડેલિકેટ , વિષ્ણુજી ( ડેલિકેટ ) જયેશભાઈ ( sc પ્રમુખ ) સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા