ભરૂચ ઝઘડિયાના અવિધા ગામ ખાતે કોંગ્રેસની ચૂંટણી લક્ષી બેઠક મળી,રાજસ્થાનના કેબિનેટ મંત્રી રહ્યા હાજર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ જામી રહ્યો છે,રાજ્યમાં જ્યાં એક તરફ રાષ્ટ્રીય નેતાઓ ધામા નાંખી સભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે,તો જે તે રાજ્યના કેબિનેટ મંત્રીઓ પણ હવે ગુજરાતની વાટ પકડી કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે પહોંચી ચૂંટણી જીતવાની રણીનીતિઓ ઘડવામાં લાગી ગયા છે, ખાસ કરી કોંગ્રેસ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે એક્શન પ્લાન ઘડી આગળ વધી રહી છે,
તેવામાં આજે રાજસ્થાન સરકાર ના કેબિનેટ મંત્રી ગોવિંદ રામ મેઘવાલજી આજે ભરૂચ જિલ્લાના પ્રવાશે આવી પહોંચ્યા હતા,જ્યાં તેઓએ ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા અવિધા ગામ સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ ના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચૂંટણી લક્ષી એક અગત્યની મીટીંગ યોજી હતી જેમાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ને આગામી ચૂંટણી કઈં રણનીતિ થી જીતી શકાય તેવી અનેક બાબતો ઉપર ચર્ચાઓ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પરીમલ સિંહ રણા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા,દલપત સિંહ વસાવા,યુવા કોંગ્રેસ ઉપ પ્રમુખ ધનરાજ વસાવા સહિત ના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા હાલ ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે અંદર ખાને મિટિંગો યોજાઈ રહી છે તે જોતા વિપક્ષી પાર્ટીઓને કોંગ્રેસનું આ અંદર કરંટ પ્રચાર આવનારી ચૂંટણીમાં નડી શકે છે તેવી પણ લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે