લંડનના પ્રખ્યાત ઇતિહાસવિદે સામ ડેલરીમ્પલે જૂનાગઢની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેણે જાણીતા ઇતિહાસકાર પ્રદ્યુમનભાઈ ખાચર સાથે મુલાકાત કરી હતી તેણે જુનાગઢમાં કેવી રીતે આઝાદી મેળવી બહાઉદીન કોલેજમાં કેવી રીતે લોકમત લેવાયો ત્યારે શું ચર્ચાઓ થઈ હતી કોણ કોણ હાજર હતા આ તમામ બાબતની માહિતી મેળવી હતી લંડનના પ્રખ્યાત ઇતિહાસ ના પિતા વિલિયમ ડેલરીંપલ ઇન્ટરનેશનલ લેવલના ઇતિહાસના લેખક છે જેમણે વિશ્વપ્રસિદ્ધ અનેક પુસ્તકો લખેલા છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઇતિહાસકારના પુત્ર એ તેમનો વારસો સંભાળ્યો છે એ પણ વિશ્વમાં ભાગલા થયેલા તમામ દેશોનો ઇતિહાસ મેળવી તેના પુસ્તક લખી રહ્યા છે આ બાબતને લઈને સામ ડેલરીમ્પલે જુનાગઢ ખાતે જાણીતા ઇતિહાસકાર પ્રદ્યુમનભાઈ ખાચરની મુલાકાત લઈ જૂનાગઢનો સાચો ઇતિહાસ જાણ્યો હતો. જૂનાગઢની વાતોના સત્તાવાર પુરાવાઓ અને હિસ્ટ્રી વિશે માહિતી મેળવી અનુભૂત થયા હતા તેમણે જૂનાગઢના કેટલાક પુસ્તકો અને તસવીરો સાથે અંગ્રેજી પુસ્તકો અને ઇતિહાસ પણ એકત્ર કર્યા હતા. આ વિદેશી ઇતિહાસવિદ હિન્દી અને ગુજરાતી પણ બોલી તેમ જ વાંચી પણ શકે છે તેઓ હવે સોમનાથ જઈ ત્યાંનો પણ ઇતિહાસ મેળવશે