સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક કાંડને લઈને હજુ સુધી કોકડું ગૂંચવાયેલું જ જોવા મળી રહ્યું છે. 5 દિવસ બાદ પણ તપાસનું પરીણામ હજુ સુધી શૂન્ય જોવા મળી રહ્યું છે. તપાસ માટે એફએસએલ, ક્રાઈમ બ્રાન્ચ, પોલીસની ટીમો સક્રીય થઈને કામગિરી કરી રહી છે. યુનિવર્સિટીના સ્ટાફ, પેપરની પહેલા આ કામગિરી સાથે સામેલ કર્મચારીઓ તેમજ તમામના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટીને ચારેબાજુ કોર્ડન કરી દેવામાં આવી છે.
યુનિવર્સિટીના સંત્તાધીશો એફએસલ પર મુદ્દો ડાયવર્ટ કરી રહ્યા છે પરંતુ આ મામલે તેઓ યોગ્ય રીતે સ્પષ્ટતા કરવાથી કચવાઈ રહ્યા છે. ગઈકાલે પણ એનએસયુઆઈ દ્વારા સામેલ કોલેજની માન્યતા રદ અને કુલપતિના રાજીનામાંની માંગ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક 13 તારીખે પેપર લીક થયું હતું. ત્યારે પોલીસ અને યુનિવર્સિટીની ઢીલી નિતીથી હજું પણ આ ભેદ અકબંધ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર બીબીએ અને બીસીએનું પેપર લીક થયાની ઘટના સામે આવતા ફરીથી પેપર લીક મામલે અનેક સવાલો ઉભા થયા હતા. જો કે આ જે એફએસલના રીપોર્ટ બાદ સત્તાવાર ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ છે.
ગુજરાતમાં છાસવારે મોટા સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો પણ અગાઉ ફૂટ્યા છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ, બીબીએનું પેપર ફૂટ્યું હતું ત્યાર બાદ વલસાડમાં પણ પેપર ફૂટવાનો મામલો પણ સામે આવતા ગુજરાતમાં પેપરો ફૂટવાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.