પાટણના રાધનપુરમાં ગૌરવ યાત્રા નો વિરોધ કરે તેના પહેલા અર્બુદા સેનાના 30 કાર્યકર્તાઓની પાટણ પોલીસે કરી ધરપકડ પાટણ જીલ્લા ના રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર પહોંચેલી ગૌરવ યાત્રા ભાજપની તેનો વિરોધ કરવા માટે અર્બુદા સેનાના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા પોલીસને ખબર પડી જતા 30 લોકોની કરી ધરપકડ રાધનપુરમાં અર્બુદા સેનાના ત્રીસથી વધુ કાર્યકરોની અટક કરાઈ વિપુલભાઈ ચૌધરીને મુક્ત કરવા સૂત્રોચ્ચાર કર્યા રાધનપુરમાં હાઇવે ચાર રસ્તા ઉપર અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીને મુક્ત કરવા માટે અર્બુદા સેનાના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ દ્વારા ત્રીસથી વધુ કાર્યકરોની અટક કરોને સમી લઇ જવામાં આવ્યા હતા,ત્યારબાદ છોડી મુકવામાં આવ્યા હતા.અર્બુદા સેનાના કાર્યકરો દ્વારા ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી વિપુલભાઈને મુક્ત કરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાધનપુર તાલુકાઅર્બુદા સેના પ્રમુખ તેજાભાઈ ચૌધરી,સમી તાલુકા પ્રમુખ અનિલભાઈ ચૌધરી,શંકરભાઇ ચૌધરી,રામજીભાઈ ચૌધરી સહીત અર્બુદા સેનાના હોદ્દેદારો અને કર્યા કરો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જીલ્લા ના રાધનપુર ખાતે ગૌરવ યાત્રા નો વિરોધ કરે તેના પહેલા અર્બુદા સેનાના 30 કાર્યકર્તાઓની પાટણ પોલીસે કરી ધરપકડ