23.9 C
Kadi
Tuesday, March 28, 2023

રાજકોટમાં પાંચ અલગ અલગ જગ્યાએ થઈ માથાકૂટ: છ લોકો થયા હોસ્પિટલમાં દાખલ


રાજકોટમાં લગ અલગ છ જ્ગ્યાએ બઘડાટી બોલી હતી જેમાં કુલ છ લોકો ઘાયલ થયા હતા જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા હરેશ મોહનભાઈ ખીમસુરિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પોતે પોતાના મિત્ર નયન રામજીભાઈ સરવૈયા સાથે છ પીવા જતો હતો ત્યારે અજય કાંટા પાસે અજય છરી સાથે રોડ પર ખેલ કરતો હતો. જેથી હરેશ અને નયન ત્યાંથી પાછા વળી રહ્યા હતા. ત્યારે અજય અને ધર્મેશ ઉર્ફે ધમો ભાનું પરમાર એક્ટિવા પર આવી જાય અજયે “તું સામે કેમ જોવે છે” તેમાં કહી છરી અને પાઇપ જેવા હથીયાર વડે હુમલો કરતાં નયનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો વધુ એક બનાવમાં બસ સ્ટેન્ડ પાછળ કાર પાર્ક કરવા મામલે આશાપુરા ટ્રાવેલ્સના કર્મચારી જોગિન્દ્ર સિંહ જાડેજાએ રેલનગરમાં રહેતા આધેડ ધર્મેન્દ્રસિંહ દાનુભા જાડેજા નામના આધેડ પર હુમલો કરતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અગાઉ પણ બે માસ પૂર્વે તેમની કાર પર એસિડ ફેકાવ્યાનો પણ આક્ષેપ કર્યો હતો. તો વધુ એક બનાવમાં માધાપર ચોકડી પાસે આવેલી વ્હોરા સોસાયટીમાં રહેતા મિલનભાઈ નરભેરામ ગોંડલીયા નામના 30 વર્ષના યુવાન પર ઈમ્તિયાઝ ઉર્ફે ઇમતુડો ભીખુ પઠાણ નામના શખ્સે લોખંડના પાઇપ વતી માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસને જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ એમ.બી.જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં યુવાને જણાવ્યું હતું કે આરોપી ઈમ્તિયાઝ પઠાણે યુવાનને જંગલેશ્વર મૂકવા આવવાનુ કીધું હતું. પરંતુ ફરિયાદીએ તે બાબતે ના પાડતા યુવાનને પાઇપ વડે માર માર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વધુ એક બનાવમાં ત્રંબા ગામે ભાદેના મકાનમાં રહી બ્લાભ્યાસ કરતા વિદ્યાર્થી અર્પિત જગદીશભાઈ સાસાણી નામના 18 વર્ષના યુવાનને અમન સુમરા, માધવ અગ્રાવત, પ્રિન્સ પરમાર, રેહાન સુમરા અને એક અજાણ્યાએ માર મારતા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ સમક્ષ અર્પિત સાસાણીએ જણાવ્યું હતું કે આ પાંચેય શખ્સો તેની કોલેજમાં મસ્તી કરતા હોય જે બાબતે તેઓને ટપારતા ઉશ્કેરાયેલા પચેય શખ્સોએ વિદ્યાર્થીને માર માર્યો હતો. આખરી બનાવમાં લાખાજીરાજ રોડ પર રહેતા અને મજૂરીકામ કામ કરતા દેવરાજભાઈ કાનાભાઈ શિયાર નામના 30 વર્ષના યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે કાંતિ સુખા બારૈયા, રાહુલ કાંતિ બારૈયા, મયુર કાંતિ બારૈયા, શાંતુ રાજેશ બાંભણિયા આ તમામ શખ્સોને ભુપતભાઈ શિયાર સાથે અગાઉ મકાન બાબતે તકરાર ચાલતી હોય જે બાબતનો ખાર રાખી તેઓને માર મારતા હતા. જેમાં વચ્ચે છોડાવવા જતા મહિલા સહિતના તમામ આરોપીઓએ ફરિયાદી દેવરાજભાઈ પર પણ હુમલો કરતા બંને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ ઘટનાઓની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!